અમરેલી જીલ્લામાં 74 શખ્સો નશો કરેલી હાલતમાં ઝડપાયા

  • જીલ્લામાં પોલીસે 100 સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડયા

અમરેલી,
અમરેલી જીલ્લામાં પ્રોહીબીશનના ગુન્હાઓની બદીને ડામવા માટે જીલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન જુદા – જુદા સ્થળોએથી 74 જેટલા શખ્સોને નશો કરેલી હાલતમાં પોલીસે ઝડપી પાડી જેલની હવા ખવડાવી નશો ઉતાર્યો હતો. જયારે જીલ્લામાં જુદા – જુદા 100 જેટલા સ્થળોએ પોલીસે દેશી દારૂના દરોડાઓ પાડીને મહિલાઓ સહિત કેટલા શખ્સોને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા હતા.