- 12 ડિગ્રી વચ્ચે માનવી સાથે પશુઓ પણ ઠુંઠવાયા…
- સાવરકુંડલાનાં આંબરડી ગામે ઠંડીથી રક્ષણ મેળવવા લોકોએ તાપણા શરૂ કર્યાની સાથે યુવાનો દ્વારા રાત્રીના વાડીઓમાં દેશી ભોજનની ઉઠાવાતી મીજબાની
આંબરડી,
અમરેલી સહિત સૌરાષ્ટ્રમા ઠંડીનુ મોજુ યથાવત રહ્યુ છે કાતિલ પવનના સુસવાટાના કારણે જનજીવન ઠીંગરાયુ હતુ તો આગામી 24 કલાક સુધી હજુ કોલ્ડવેવ રહેવાની ચેતવણી આપવામા આવી છે સૌરાષ્ટ્રમા આજે 1-2 ડિગ્રીની વધઘટ થઈ હતી…અમરેલી પંથકમા છેલ્લા બે દિવસથી એકાએક વાતાવરણ બદલાતાની સાથે ઠંડીનો કડાકો શરૂ થયો હતો, અમરેલીના ગીર પંથકમા ઠંડીનો પારો ગગડીને 12 ડિગ્રીએ પહોંચતા સમગ્ર જીલ્લો ઠંડીની લપેટમા ઠંઠવાતાની સાથે શિયાળાનો માહોલ જામતો જાય છે, અમરેલી શહેર સહિત સમગ્ર પંથકમા ગઈકાલ રાતથી જ ઠંડીની વ્યાપક અસર વતોતા લોકો ઠંડીથી બચવા તાપણા કરતા જોવા મળ્યા હતા, માનવી સાથે શ્વાન પણ ઠંડીથી બચવા તાપણાનો સહારો લઈ રહ્યા છે, ઠંડીના કારણે સમી સાંજથી માગોે પર કફ્યુે જેવી સ્થિતી વચ્ચે હાજા ગગડાવતી ઠંડી વતોઈ હતી.
અમરેલી શહેરમા 12 ડિગ્રી જેટલુ તાપમાન તો ગીરના ગ્રામ્ય પંથકોમા 10 ડિગ્રી તાપમાન નીચુ રહેવાથી બેઠા ઠારમા લોકો ધ્રુજી ઉઠ્યા હતા, તો સાવરકુંડલાના ગ્રામ્ય પંથકના યુવાનો ઠંડી મજા સાથે વાડી પ્રોગ્રામ કરી દેશી ભોજનની લૂપ્ત ઉઠાવી રહ્યા છે.