અમરેલી,
અમરેલી શહેર અને જીલ્લામા રવિ સોમ બે દિવસ વરસાદ પડયો હતો. રવિવારે આખો દિવસ અને સોમવારે સવારના 10 થી 11 સુધી વરસાદ શરૂ રહયો હતો. રવિવારે દામનગરમા અને આસપાસના ગામોમા પોણોથી એક ઈંચ વરસાદ પડયાનું વિનોદભાઈ જયપાલે જણાવેલ, ખાંભાના ડેડાણમા છેલ્લા 12 કલાક દરમ્યાન ધીમી ધારે એક ઈંચ વરસાદ પડયાનું બહાદુરઅલી હીરાણીએ જણાવેલ. જયારે ચિતલમાગઈ કાલે રવિવારના ધીમી ધારે એક ઈંચ વરસાદ પડયાનું ધર્મેશભાઈએ જણાવ્યું હતું.બાબાપુરમા ગઈ કાલે અને આજે હળવાભારે ઝાપટા પડયાનું હસુભાઈ રાવળે જણાવેલ. ચલાલા અને આસપાસના ગામોમા બે દિવસથી વરસાદના હળવા ભારે ઝાપટાઓ શરૂ રહયાનું પ્રકાશભાઈ કારીયાએ જણાવેલ . ધારી શહેર અને પથંકમા પણ વરસાદના હળવા ભારે ઝાપટાઓ પડયાનું ઉદયભાઈ ચોલેરાએ જણાવેલ.લાઠીમા રવિવારે પોણોઈંચ વરસાદ પડયાનું વિશાલભાઈ ડોડીયાએ જણાવેલ.કુંકાવાવમા પણ ધીમી ધારે અડધાથી પોણો ઈંચ જેવો વરસાદ પડયાનું કિર્તિભાઈ જોશીએ જણાવ્યું હતું. અમરેલી શહેરમા રવિવારે સવારથી સાંજ સુધીમા બે ઈંચ જેવો ધોધમાર વરસાદ પડી જતા નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા હતા.જયારે બાબરામા પણ એક ઈંચ વરસાદ પડી ગયો હતો.અમરેલી જીલ્લા ફલડ કંટ્રોલરૂમમા નોંધાયેલ વરસાદમા છેલ્લા 24 કલાકમા અમરેલી 47 મીમી.જાફરાબાદ 4 મીમી , ધારી 5 મીમી, બગસરા 4 મીમી , બાબરા 28 મીમી,લીલીયા 14 મીમી, વડીયા 17 મીમી, સાવરકુંડલા 7 મીમી, લાઠી 20 મીમી વરસાદ નોંધાયો હતો. જયારે આજે સવારના 6 થી બપોર સુધીમા નોંધાયેલ વરસાદમા અમરેલી 5 મીમી , જાફરાબાદ 16 મીમી, ધારી 5 મીમી, બગસરા 16 મીમી, રાજુલા 13 મીમી, લીલીયા 2 મીમી,વડીયા 3 મીમી વરસાદ નોંધાયો હતો.