અમરેલી,
અમરેલી જીલ્લામા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીના હથિયારબંધી જાહેર નામાનો ભંગ કરતા ડુંગરમા પ્રકાશ વાલાભાઈ બારૈયા લોખંડનો પાઈપ રાખી નીકળતા, નાગેશ્રીના દુધાળામા રાજુલાના ક્રિષ્નનગર સોસાયટી જીએબી સર્કલ પાસે રહેતા પ્રકાશ મનુભાઈ ગેડીયા લોખંડનો પાઈપ લઈ નીકળતા, ધારી વેકરીયાપરા ચોકડી પાસે કાાળુ ઘુસાભાઈ ડેડાણીયા લાકડી લઈને નીકળતા તેમજ સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે બસસ્ટેેન્ડ પાસે રોડ ઉપર સંજય હમીરભાઈ ચૌહાણ લોખંડનો પાઈપ લઈ નીકળતા અધિક જીલ્લા મેજી.ના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા પોલિસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી