અમરેલી જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુતરીયાની શુભેચ્છા મુલાકાતે નાયબ મુખ્ય દંડકશ્રી વેકરીયા

અમરેલી,
અમરેલી જીલ્લા પંચાયતના પ્રમખુ ભરતભાઈ સુતરીયાની શુભેચ્છા મુલાકાત તા. 2-11-23 ના બપોરના 1:00 કલાકે નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ કરી હતી. અને તેમના દ્વારા જીલ્લા પંચાયત હસ્તકના ગ્રામ્ય કક્ષાના રોડ રસ્તાની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરી માહિતિ મેળવી હતી.ત્યારબાદ જીલ્લા પંચાયતના ઉપપ્રમખ તેમજ ચેરમેનશ્રીઓની પણ તેઓની શાખાની કામગીરી અંગે ચર્ચાવિચારણા કરી સરકારશ્રી કક્ષાએ કોઈપણ પ્રશ્ર્ન પેન્ડીંગ હોય તો તેઓને જાણ કરવા જણાવ્યું હતું . જીલ્લા પંચાયત અમરેલીના સરકારશ્રી કક્ષાએ કોઈપણ પેન્ડીંગ કામ હોય તો તેનાથી તેઓને વાકેફ કરવા જણાવેલ.અને તે અંગે સરકારશ્રીમાં પોતાની કક્ષાએથી રજુઆત કરી સત્વરે નિરાકરણ લાવવા ખાતરી આપેલ હતી.
આ તકે સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, તેમજ જીલ્લા પંચાયત અમરેલીના તમામ ચેરમેન અને સદસ્યો ઉપસ્થિત રહયા