અમરેલી,
અમરેલી જીલ્લા દલીત કોંગી અગ્રણી સ્વ.ધારાસભ્યના સુપુત્ર વરૂડી ગામના પુર્વ સરપંચ, નિવૃત વન અધિકારી શાંતીલાલ રાણવાએ અમરેલી જીલ્લા બહુજન આર્મીની રચના કરેલ છે જેમા જીલ્લા ભરના દલીતો, આદિવાસીઓ, બક્ષીપંચ, લઘુમતીના લોકોને સભ્યો બનાવી તાલુકા વાઈઝ સમીતીઓ બનાવવામાં આવશે. હાલની વર્તમાન સરકારથી ચેતવા બહુજનોમાં જાગૃતી લાવવા, સંવીધાન હડાવવાની ચેષ્ટા, હિન્દુ રાષ્ટ્ર ઘોસીત કરીને બહુ જનોના હક્ક-હિતોને નુક્શાન પહોચાડવા થતી પ્રવૃતીઓ સામે રજુઆત કરવા સંવિધાનોની જોગવાઈઓ મુજબ લડવા, આમ પ્રજામાં જાગૃતી લાવવાના મુખ્ય હેતુ માટે આ રચના કરવામાં આવેલ છે. દેશની 85 ટકા બહુજન વસ્તીને અંધશ્રધ્ધા, વ્યસનોમાં ડુબાડીને શિક્ષણ થી વંચીત રાખીને ધાર્મીક કટ્ટરવાદ ફેલાવને જે દુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેની સામે અવાજ ઉઠાવવામાં આવશે. જીલ્લાના દલીતો, આદિવાસીઓ,બક્ષીપંચના કોળી, આહિર, દરજી, સુથાર, દરબાર, વાળંદ, સગર જેવી 147 જેટલી પેટા જાતીઓ તથા મુસ્લીમો આ આર્મીમાં જોડાવા પોતાના નામ સરનામા મોબાઈલ નંબર અને વોટ્સેપ ઉપર નામો મોકલવા શાંતીલાલ રાણવા મો.99783 61671 મા મોકલવા જણાવેલ છે.