અમરેલી જીલ્લા ભાજપ દ્વારા વિજય વિશ્વાસ બેઠક યોજાઈ

ચૂંટણીમા સફળતાની સીડી સર કરવા દિલીપભાઇ સંઘાણી, નારણભાઇ કાછડીયા, કોૈશિકભાઇ વેકરીયાની ઉપસ્થિતિમાં અને પ્રભારી મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષપદે

અમરેલી,
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલીકાઓની ચૂંટણીમા ભારતીય જનતા પક્ષ સફળતા પ્રપ્ત કરે તેવો સામુહિક વિજય વિશ્વાસ વ્યક્ત કરવા અમરેલીના પ્રભારી મંત્રી-માર્ગદર્શક ધર્મેન્સિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને અમરેલી જીલ્લા ભાજપ દ્રારા બેઠકનુ આયોજન કરવામા આવેલ જેમા વિરષ્ઠ ભાજપ આગેવાનો ઉપસ્થિત રહીને આગામી ચુંટણીઓમા લોક્સેવાના માધ્યમથી સફળતાની શીખ આપી હતી.
ખુબજ અગત્યની માર્ગદર્શક બેઠકમા પ્રભારીમંત્રી ઉપરાંત રાષ્ટ્રિય સહકારી અગ્રણી દિલીપ સંઘાણી, સંસદસભ્ય નારણભાઈ કાછડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા, પૂર્વ મંત્રીઓ વી.વી.વઘાસીયા, બાવકુભાઈ ઉંઘાડ. પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણી, મનસુખભાઈ ભુવા. પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા. અમર ડેરીના ચેરમેન અશ્ર્વિનભાઈ સાવલીયા. પૂર્વ મહામંત્રી કમલેશભાઈ કાનાણી. જીલ્લા ભાજપ મહામંત્રી ભૂપેન્ભાઈ બસીયા, પીઠાભાઈ નકુમ, પુનાભાઈ ગજેરા સહિતના પદાધિકારીઓ સોશ્યલ ડીસ્ટન્સ સાથે ઉપસ્થિત રહયાની કાર્યાલયની યાદીમા જણાવયેલ છે.