અમરેલી જીલ્લા સેવા સદનમાં ગંદકીના ગંજ

અમરેલી,
ગુજરાત માં ભાજપ ના રાજમાં ગંદકી ના ગંજ ખડકાવા લાગ્યા છે. સ્વચ્છતા અભિયાનના બણગા ફુકતી ભાજપ સરકાર પોતાના હસ્તક રહેલી જીલ્લા સેવા સદનમાં સ્વચ્છતા જાળવવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. જીલ્લા સેવા સદનમાં રોજ હજારો લોકો પોતાના કામ -કાજ અર્થે આવતા હોય છે ત્યારે આવા હજારો લોકોનાઆરોગ્ય સાથે છેડછાડ કરવાનું કામ આ ભાજપ સરકાર કરો રહી છે. લોકોને સારી આરોગ્ય સેવાઓ આપવામાં નિષ્ફળ ગયેલી ભાજપ સરકાર હવે લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરવાનું કામ કરી રહી છે. કોરોના ની ભયંકર મહામારી મા પણ ભાજપ સરકાર સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ ગઈ છે. જો અમરેલી જીલ્લા સેવા સદનમાં સરકારો તંત્ર સ્વચ્છતા જાળવી શકતુ નથી તો અમરેલી જીલ્લા ના ગામડાઓની સ્થિતિ શું હશે? તેવો વેધક સવાલ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિષ ભંડેરીએ કર્યો છે.