અમરેલી જુના યાર્ડ પાસે ખુની હુમલો

અમરેલી,
અમરેલી જુના યાર્ડ પાસે સાજીયાવદર ગામનાં ગેલાભાઇ મેવાડા ઉપર માચીયાળા ગામનાં ભગા રૂખડભાઇ સાનીયાએ છરી વડે જીવલેણ હુમલો કરતા 108ને બોલાવી પ્રથમ અમરેલી સીવીલ હોસ્ટિપલમાંથી વધુ સારવાર માટે રાજકોટ વોકહાર્ટ બાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર સાજીયાવદર ગામે ભરવાડ સમાજની દિકરી અને રબારી સમાજનાં દિકરાનાં પ્રશ્ર્ને થયેલી બોલાચાલીમાં ગેલાભાઇ મેવાડા રે.સાજીયાવદર ઉ.વ.40ને અમરેલીનાં જુના માર્કેટયાર્ડ પાસે ખુની હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા ગેલાભાઇ મેવાડાને સારવાર માટે ખસેડાયાનું અને આ બનાવ અંગે પોલીસે 307 મુજબ ગુનો નોંધી ધોરણ સર કરેલ છે.