અમરેલી જેલમાં તપાસનો ધમધમાટ : મોટા માથા ઝપટમાં

  • ક્રિમીનલોથી ઉભરાતી અમરેલીની જિલ્લા જેલમાં શ્રી નિર્લિપ્ત રાયનાં ઓપરેશનમાં જેલનું તંત્ર શંકાનાં પરીઘમાં
  • જિલ્લામાં અનેક લોકોને પોલીસના તેડા : હજુ બે દિવસ સુધી તપાસનો ધમધમાટ : બ્રાન્ચો કામે લાગી : ક્રિમીનલોની સાથે તેના આકાઓ શ્રી નિર્લિપ્ત રાયના રડારમાં

અમરેલી,
ક્રિમીનલોથી ઉભરાતી અમરેલીની જિલ્લા જેલમાં શ્રી નિર્લિપ્ત રાયનું જબરદસ્ત ઓપરેશન ચાલુ છે અમરેલી જેલમાં ત્રીજા દિવસે પણ તપાસના ધમધમાટ વચ્ચે મોટા માથાઓ પણ પોલીસની ઝપટમાં આવી ગયા હોવાનું જાણવા મળેલ છે.
અવાર નવાર મોબાઇલ મળવા માટે કુખ્યાત અમરેલીની જેલમાં સ્થાનિક તંત્ર શંકાના પરીઘમાં હોય તેમની પણ ખાનગી રીતે અને વૈજ્ઞાનીક ઢબે ટેકનોલોજીના ઉપયોગ સાથે તપાસ સતત શરૂ છે અને આ તપાસના કારણે જિલ્લામાં અનેક લોકોને પોલીસના તેડા શરૂ થયા છે.
આધારભુત વર્તુળોના જણાવ્યા અનુસાર હજુ બે દિવસ સુધી તપાસનો ધમધમાટ ચાલશે તેટલી લાંબી તપાસ અને આરોપીનો પણ હારડો થાય તેવી શક્યતા હોય શ્રી નિર્લિપ્ત રાયની વિવિધ બ્રાન્ચો કામે લાગી છે અને ક્રિમીનલોની સાથે તેના આકાઓ પણ શ્રી નિર્લિપ્ત રાયના રડારમાં આવી ગયા હોય સ્થાનિક તંત્ર અને અંધારી આલમના મોટા માથાની ચેઇન ઉપર અતિ ગુપ્તતાથી તપાસ શરૂ છે.