અમરેલી જેસીંગપરામાં સ્વૈચ્છીક દબાણો દુર કરાયા

અમરેલી,શહેરનો વિકાસ દિન પ્રતીદિન ચારેય દિસામાં વિકાસ વધી રહયો છે.સાથો સાથ વર્ષો જુના બનેલા રસ્તાઓ પણ હવે વાહનોની સંખ્યા વધતા મુખ્ય માર્ગો પર ટ્રાફીકની સમસ્યા દિનપ્રતિદીન ગંભીર બનતી જતી જતી હોય નગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાપરના દબાણો દુર કરવા માટે દબાણ કરતાઓને નોટીસો ફટકારવાનું શરૂ કર્યુ છે જેમા આજથી ત્રણ દિવસ પહેલા જેસીંગપરા વિસ્તારમાં રસ્તાાને નડતર રૂપ રહેલા 23 જેટલા દબાણો દુર કરવા માટે નોટીસો ફટકારવામાં આવી હતી જેના ભાગ રૂપે આ નોટીસોની અસર થઈ હોય તેમ આજે ત્રીજા દિવસે દબાણ કરતાઓએ પોતાની જાતે દબાણો હટાવાની કામગીરી હાથ ધરી હતી તેમજ રસ્તાાની વચોવચ આવેલ 5 દસકા જુના હનુમાનજીની નડતર રૂપ રહેલી ડેરીનું બાંધકામ તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. અને નવુ મંદિર બનાવવા માટે પ્લીંથ સુધીનું કામ પણ પુર્ણ થઈ ગયુ છે આમ અમરેલી શહેરમાં પણ સતત બીજા દિવસે પણ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ અંગેની પ્રપ્ત વીગતો મુજબ અમરેલી શહેરનો વિકાસ દિન પ્રતિદિન જેટ ગતીએ વધી રહયો છે સાથો સાથ રસ્તાઓ પણ હવે સાકડા બનતા જતા હોય નગરપાલિકાના તંત્ર દ્વારા રસ્તાાઓ પહોળા કરવા માટે નોટીસો ફટકારવાનું શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં આજથી 3 દિવસ પહેલા નગરપાલિકાની ટાઉન પ્લાાનીંગ શાખા દ્વારા જેસીંગપરામાં શીવાજી ચોકમાં રસ્તાને નડતર રૂપ રહેલ 23 જેટલી વર્ષોજુની કેબીનો હટાવી લેવા માટે 7 દિવસમાં દબાણ હટાવી લેવા માટે નોટીસો ફટકારવામાં આવી હતી જેના અનુંસંધાને આજે ત્રીજા દિવસે દબાણ કરતાઓએ પોતાની જાતેજ દબાણ હટાવી લીધુ હતુ આ ઉપરાંત રસ્તાની વચો વચ આવેલ 50 વર્ષ જુની હનુમાનજીની ડેરી પણ નડતર રૂપ હતી તે પણ ડેરી તોડવાની કામગીરી પણ નગરપાલિકાના તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી આ ડેરીને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા માટે બાજુમાજ પ્લીંથ સુુધીનું ચણતર કામ પુર્ણ કરી નાખવામાં આવ્યુ છે તેમજ હજુ પણ શહેરના જુદા જુદા વિસતારોમાં રસ્તા પરના દબાણો દુર કરવામાં આવશે આમ શહેરમાં સતત બીજા દિવસે પણ મોટુ ડીમોલેશન હાથ ધરવામાં આવ્યુ હતુ નગરપાલિકાના કર્મચારીઓ સંદિપભાઈ માંગરોળીયા, પ્રકાશભાઈ ભડકમ, શાંતિભાઈ સાવલીયા, ધર્મેશભાઈ અજાણી એ ઉપરોક્ત કામગીરી બજાવી હતી