અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ના મંત્રી તરિકે વરણી થતા સર્વત્ર આવકાર

ચલાલા,

ચલાલા શહેર ભાજપ ના વરીષ્ઠ આગેવાન ધારી તાલુકા ના વરિષ્ઠ પત્રકાર અમરેલી જીલ્લા રધુવીરસેના ના મહામંત્રી ચલાલા ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ ચલાલા લોહાણા મહાજન ના મંત્રી ચલાલા નગર પાલીકા ના પુર્વ સદસ્ય ચલાલા રધુવંશી સમાજ નુ ગૌરવ અને ચલાલા શહેર ની સમસ્યા હલ કરવા સતત પ્રયત્નશીલ એવા શ્રી પ્રકાશભાઇ કારીયા ની અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ના મંત્રી તરીકે સર્વાનુમતે વરણી થતા ચલાલા શહેર ની સામાજીક, રાજકીય,શૈક્ષણિક,અને ધાર્મિક સંસ્થાના વડા ઓ દ્વારા આ વરણી ને આવકારી નવનિયુક્ત અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ના મંત્રી શ્રી પ્રકાશભાઇ કારીયા ઉપર અભિનંદન અને શુભેચ્છાઓ નો ધોધ વરસાવી રહ્યા છે અને શહેર ના લોકો મા આંનદ ની લાગણી વ્યાપી ગઈ છે.તેમ વેપારી આગેવાન શ્રી મનસુખભાઇ કાનાણીએ જણાવેલ.