અમરેલી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા મૃતકનાં પત્નીને વળતર ચુકવવા આદેશ કર્યો

અમરેલી,
અમરેલી લીલીયા રોડ દાદાભગવાન મંદીર સામે વિવેક ઓઇલ મિલમાં તા.6-8-21નાં મહારાષ્ટ્રનાં મજુરો કામ કરતા હોય જેમાં ચંદ્રકાંત મારૂતિ આંબેકર મુળ હાતગાવ, તા.સેવગામ મહારાષ્ટ્ર તેમજ એકનાથ પાંડુરંગ કોડીંબા અભંગ રહે હાતગાવ તા.સેવગાવ મહારાષ્ટ્ર વાળાને જમવાનું બનાવવા પ્રશ્ર્ને બોલાચાલી થતા સામસામી મારામારી થયેલ જેમા ચંદ્રકાંત તેમજ એકનાથ બથમબથીથી મારામારી કરતા હતાં અને ચંદ્રકાંતને માથામાં જોરદાર પાઇપ લાગવાથી જીવલેણ ગંભીર ઇજા થતા તેમનું મૃત્યુ નિપજતા મિલના મેનેજર હરેશભાઇ ભીખાભાઇ ડોબરીયા દ્વારા અમરેલી રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉપરોક્ત કેસ અમરેલી પ્રિ.ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી પીપી મમતાબેન ત્રીવેદીએ ધારદાર દલીલો કરી હતી અને આરોપી એકનાથ પાંડુરંગ કોડીંબા અભંગને કલમ 304માં જેટલો સમય જેલમાં રહેલ છે તેટલા સમયની કેદની સજા ભોગવવા કોર્ટે હુકમ કરેલ છે અને મરણજનારનાં પત્નિને વળતર ચુકવવામાં આવે તો તેણીના પતી ગુજરી ગયેલ હોવાથી તેને આર્થિક મદદ મળી રહે તે સંજોગો અને પરિબળો આરોપીને સજાકરતી વખતે ધ્યાને લઇ આરોપીને સજા કરવા દલીલ કરેલ અને બંને પક્ષનાં વકીલોને સાંભળ્યા બાદ કલમ 304 મુજબનાં ગુનામાં આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની બેમાંથી કોઇપણ પ્રકારની સજા તથા દંડની જોગવાઇ ધ્યાને લઇ મરણજનારનાં પત્નીને યોગ્ય વળતર અપાવવું, ન્યાયોચિત જણાતા આરોપીને રૂપિયા 7,50,000 વળતર પેટે કોર્ટમાં જમા કરાવેલ જે રકમ મરણજનાર ચંદ્રકાંતભાઇનાં પત્નિ મીનાબાઇની ઓળખ ખાતરી કરી અપિલ સમય પુરો થયા બાદ વળતર પેટે ચુકવી આપવા મેજીસ્ટ્રેટ શ્રી આર.ટી. વચ્છાણીએ હુકમ કરેલ .