અમરેલી,
અમરેલી ડીસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સની એક મહત્વની બેઠક હોટેલ સુર્યાગાર્ડન ખાતે મળી હતી. જેમાં જિલ્લાનાં તમામ તાલુકા શહરોનાં ચેમ્બર પ્રમુખોની ઉપસ્થિતિમાં પ્રશ્ર્નોની વિગતવાર ચર્ચા કરવામાં આવ્યા બાદ અમરેલી ડીસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સનાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. યુવાન ઉત્સાહી અને વેપારીનાં પ્રશ્ર્નો માટે રજુઆતો ઉકેલ લાવી શકાય અને જરૂર પડે તો લડત આપી શકે તેવા શ્રી ભગીરથભાઇ ત્રીવેદીની પ્રમુખ પદે તેમજ વહિવટી કુશળ સરળ સ્વભાવનાં તાલુકા પ્રમુખોનો જબરો વિશ્ર્વાસ સંપદાન કરેલ છે તેવા સાવરકુંડલાનાં રઘુવંશી સમાજનાં અગ્રણી રાજુભાઇ શીંગાળાની નવા મહામંત્રી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. આ વરણીને ઉપસ્થિત તાલુકા ચેમ્બરનાં પ્રમુખ અગ્રણીઓએ આવકાર ફુલહાર કરી મો મીઠા કરીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ જિલ્લા ચેમ્બરની બેઠકમાં અમરેલી વેપારી મહામંડળનાં પ્રમુખ બિરજુભાઇ અટારા, ટાવર ચોક વેપારી એસોનાં પ્રમુખ હિતેષભાઇ પોપટ, વેપારી અગ્રણી સંજયભાઇ વણઝારા, રસીકભાઇ પાથર, ભાવેશભાઇ પડસાલા, નિલેશભાઇ ધોળકીયા તેમજ વડીયા ચેમ્બર પ્રમુખ મિતુલભાઇ ગણાત્રા, ધારી ચેમ્બરનાં પ્રમુખ પરેશભાઇ પટ્ટણી, ધારી વેપારી મહામંડળનાં પ્રમુખ મુકેશભાઇ રૂપારેલ, ચલાલાલ ચેમ્બરનાં પ્રતિનિધિ પ્રકાશભાઇ કારીયા, બાબરા ચેમ્બરનાં પ્રમુખ મુનાભાઇ મલકાણ, રાજુલા ચેમ્બર પ્રમુખ ગૌરાંગભાઇ મહેતા, ખાંભા ચેમ્બર પ્રમુખ મહેન્દ્રભાઇ હરિયાણી, લાઠી ચેમ્બર પ્રમુખ મેઘાભાઇ ડાંગર, દામનગર ચેમ્બર પ્રમુખ પ્રિતેશભાઇ નારોલા, લીલીયા ચેમ્બર પ્રમુખ પરીનભાઇ સોની, ચિતલ ચેમ્બર પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા, બગસરા ચેમ્બર પ્રમુખ પ્રકાશભાઇ રાણીગા, જાફરાબાદ ચેમ્બર પ્રમુખ હર્ષદભાઇ મહેતા સહિતનાં વેપારી અગ્રણીઓએ ઉપસ્થિત રહી નિમણુંકો આવકરી અને ખુશી વ્યકત કરી હતી.