અમરેલી ડેરી સાયન્સ કોલેજમાં તાલીમનો પ્રારંભ કરાવતા શ્રી રૂપાલા

અમરેલી,કોલેજ ઓફ ડેરી સાયન્સ, કામધેનુ યુનિવર્સિટી, અમરેલી દ્વારા તા: 20/07/2022 થી 22/07/2022 દરમ્યાન કામધેનુ યુનિવર્સીટી ની ફેકલ્ટીઝ માટે ડેરી અને વેટરનરી યુનિવર્સિટીઓ માં એન્ટરપ્રેન્યોર (ઉદ્યમ સાહસિક) ઇકોસિસ્ટમ નો વિકાસ કેવી રીતે કરી શકાય તેવા અતિ મહત્વ ના વિષય પર ત્રણ દિવસીય તાલીમ નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કામધેનુ યુનિવર્સીટી અંતર્ગત ગુજરાતભરની 14 કોલેજોમાંથી કુલ 42 અધ્યાપકોએ ઉત્સુકતા સાથે ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમ ના ઉદઘાટન સમારોહ માં મુખ્ય મહેમાન તરીકે મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય ના કેન્દ્રીય પ્રધાન પરશોતમ રૂપાલાતથા આ કાર્યક્રમ જેના નેતૃત્વ હેઠળ યોજાયેલ એવા કામધેનુ યુનિવર્સિટી ના કુલપતિશ્રી ડો. એન.એચ.કેલાવાલા તથા સંશોધન નિયામકશ્રી ડો. ડી.બી. પાટીલ આ કાર્યક્રમ માં ખાસ ઉપસ્થીત રહ્યા હતા. આ કાર્યક્રમ માં યુનિવર્સિટી ના અધિકારીશ્રીઓ તથા વિવિધ કોલેજ ના આચાર્યશ્રીઓ એ પણ ખાસ હાજરી આપવામાં આવેલ હતી. આ તાલીમમાં ફેકલ્ટીઝને માર્ગદર્શન પૂરું પાડવા માટે ભારતીય કૃષિ સંશોધન પરિષદ અંતર્ગત નેશનલ એકેડેમી ઓફ એગ્રીકલ્ચરલ રીસર્ચ મેનેજમેન્ટ (નાર્મ), હૈદરાબાદ ના પ્રિન્સીપાલ સાયન્ટીસ્ટ ડો. કે. કરીમુલ્લા દ્વારા આ તાલીમ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં નાર્મ, હૈદ્રાબાદ તથા ભારત સરકારના વિવિધ અધીકારીઓ દ્વારા તાલીમ આપવામાં આવેલ હતી.આ કાર્યક્રમ ની શરૂઆત માં મંત્રીશ્રી રૂપાલા દ્વારા કોલેજ ઓફ ડેરી સાયન્સ, અમરેલીના પ્રિન્સીપાલ અને ડીનશ્રી ડો. વી. એમ. રામાણીને આવા અતિમહત્વ ના વિષય પર તાલીમ કાર્યક્રમ નું આયોજન કરી યુવા વર્ગ ને ભારત ભરના તજજ્ઞો દ્વારા ઉદ્યોગ સાહસિક ના વિષય પર તાલીમ કાર્યક્રમ ની મદદ થી જ્ઞાન મળતું રહે અને ઉદ્યોગ સાહસિક ક્ષેત્રે મુંજવતા પ્રશ્નો નું આવા તાલીમ કાર્યક્રમ ના માધ્યમ થી નિવારણ મળતું રહે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમ જેના નેતૃત્વ હેઠળ આયોજવા માં આવેલ એવા કામધેનુ યુનિવર્સીટી,ગાંધીનગર ના કુલપતિશ્રી ડો. એન.એચ.કેલાવાલા એે આ પ્રસંગે ઉદ્યોગ સાહસિક વિષય પર ફેકલ્ટીઝ ને આ તાલીમ નું મહત્વ સમજાવવામાં આવેલ તથા સદર તાલીમમાં કામધેનુ યુનિવર્સીટીના સંશોધન નિયામકશ્રી ડો. ડી. બી. પાટીલ ની ખાસ પ્રેરક ઉપસ્થીત રહેલ હતા અને ડેવલોપમેન્ટ ઓફ કામધેનુ યુનિવર્સિટી ઇનોવેશન ફાઉન્ડેશન માટે આવા તાલીમ કાર્યક્રમ ખૂબજ ઉપયોગી થશે તેવું જણાવેલ હતું.આ તાલીમના અંતે નેશનલ એકેડેમી ઓફ એગ્રીકલ્ચરલ રીસર્ચ મેનેજમેન્ટ (નાર્મ), હૈદરાબાદના તજજ્ઞો ડો. કે. કરીમુલ્લા, ડો. એન. સીવરામને, ડો. બી. ગણેશકુમાર તથા શ્રી નાગરાજન પ્રકાશન દ્વારા કામધેનુ યુનિવર્સિટી ના અધ્યાપકો ને ઉત્સાહ સભર તાલીમ આપી અને આ તાલીમની જરૂરીયાત જણાવી હતી.આ તાલીમના અંતે કોલેજ ઓફ ડેરી સાયન્સ, અમરેલી ના પ્રિન્સીપાલ અને ડીન ડો. વિમલ રામાણી એ ઉપસ્થીત મહેમાનો, તજજ્ઞો, દરેક સહભાગીઓનો તથા આ તાલીમ ના કો-કોઓર્ડીનેટર શ્રી મિતેશ હિંગુ તથા શ્રી અંકિત ઠેશીયા આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો તેમજ આ કોલેજ ખાતે ચાલતા ભારતીય કૃષિ સંશોધન પરિષદ અંતર્ગત નેશનલ એગ્રીકલ્ચરલ ઓફ હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ ના માધ્યમ થી વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝ માટે વિવિધ તાલીમ કાર્યક્રમ ના સફળ આયોજન બદલ આ તકે ખાસ આભાર વ્યક્ત કરવામાં આવેલ