અમરેલી,શ્રી હિમકરસિંહ પોલીસ અધિક્ષક અમરેલી જીલ્લા મા ગે.કા પ્રવૃતી કરતા ઇસમોને પકડી તેઓના વિરૂધ્ધ મા કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ મિલકત સબંધી અનડિટેકટ ગુન્હાઓ શોધી કાઢવા માટે પો.સ્ટે વિસ્તારમા સઘન પેટ્રોલીંગ કરવા તેમજ આરોપીઓ શોધી કાઢવા અમરેલી જીલ્લા પોલીસ ને સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી આર.ડી.ચૌધરી પોલીસ ઇન્સપેકટર બાબરા પોલીસ સ્ટેશનનાઓએ ચોક્કસ બાતમીના આધારે વાંડળીયા ગામે થી બે ઇસમોને 6 મો.સા સાથે પકડી પાડેલ અને મો.સા બાબતે ઉપરોકત ઇસમોને પુછપરછ કરતા મો.સા ના કોઇ સાધનીક કાગળો નહીં હોવાનુ જણાવેલ અને બન્ને ઇસમોએ અલગ અલગ જગ્યા એ થી મો.સા ચોરી કરી મેળવેલ હોય જે મો.સા ઓ પૈકી એક મો.સા રાજકોટ એ ડી.વી.પો.સ્ટે ફ.ગુ. ર.નં. 112 0805 02213 08/202ર આઇ.પી.સી. કલમ 379 મુજબ તથા બાબરા પોસ્ટે ફ.ગુ.ર. નં.11 193008 220799/202ર આઇ.પી .સી. કલમ 379 મુજબ ના ગુન્હાઓ ડીટેકટ કરી બાબરા પોલીસ સ્ટેશન ની ટીમ દ્રારા લ ાલજીભાઇ કિશોરભાઇ સોલંકી ઉ.વ.રપ, ધંધો.મજુરી રહે.વાસાવાડ તા. ગોંડલ, જી.રાજકોટ, રાજ કિશોરભાઇ ગોરાસવા ઉ.વ.20 ધંધો.મજુરી રહે.જેતપુર, પાંચપીપળા રોડ તા.જેતપુર જી.રાજકોટને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી રાજકોટ એ.ડીવી.પો.સ્ટેને જાણ કરવા તજવીજ કરેલ છે.