અમરેલી તલના વેપારનું હબ બન્યું : રોજ 200 ક્વીન્ટલની આવક

  • અમરેલીના માર્કેટયાર્ડમાં 3000 ક્વીન્ટલ કપાસની ધુમ આવક શરૂ 
અમરેલી,
અમરેલી તલના વેપારનું હબ બનતુ હોય તેમ છેલ્લા 4 મહિનાથી મોટા પ્રમાણમાં અમરેલી માર્કેટયાર્ડમાં તલની આવક અવિરત શરૂ છે અને હાલમાં પણ ખેતરોમાંથી અને ખેડુતના ઘરમાંથી ખરીફ સીઝન દરમિયાન ઉત્પાદીત થયેલ તલ માર્કેટમાં ચાલ્યા ગયા પછી પણ અમરેલી માર્કેટયાર્ડમાં હાલના તબક્કે પણ રોજના200 ક્વીન્ટલ તલની આવક શરૂ છે અહીં સફેદ તલ, કાળા તલ અને કાશ્મીરી તલ છેક ઉના, મેંદરડા, ગીર સોમનાથ, જુનાગઢ પંથકમાંથી સતત આવી રહયા છે વેપારી સુત્રોના જણાવ્યા અનુસાર નફા માટે વેપારીઓએ રાખેલા તલ હવે યાર્ડમાં આવી રહયા છે.
અમરેલીમાં તલનું સોર્ટીગ, પેકેજીંગ અને વિદેશમાં એક્સપોર્ટ પણ થાય છે તેના કારણે અમરેલીમાં તલની સૌથી વધ્ાુ આવક રહે છે આ ઉપરાંત હાલમાં અમરેલી માર્કેટયાર્ડમાં સૌથી વધ્ાુ 3000 ક્વીન્ટલ કરતા પણ વધારે કપાસની આવક થાય છે બીજા નંબરે સીંગની 3000 જેટલી ગુણી એટલે કે 1100 ક્વીન્ટલ જેવી આવક થઇ રહી છે અને હવે તુવેરની પણ 943 ક્વીન્ટલ જેવી આવક થઇ રહી છે. આ ઉપરાંત માર્કેટયાર્ડમાં નવા ધાણા અને ચણાની પણ આવક શરૂ થઇ ગઇ છે.