અમરેલી તાલુકામાં મોડી રાત્રીથી સવાર સુધી ધીંગી મેઘ સવારી

  • દલખાણીયા સહિત ગીર પંથકમાં રાતથી સવાર સુધીમાં એક થી દોઢ ઇંચ વરસાદ પડયો

અમરેલી,
અમરેલી શહેર અને જીલ્લામાં ગત મોડી રાત્રીથી આજે સવારમાં દસ વાગ્યા સુધીમાં ગાજવીજ સાથે હળવા ભારે વરસાદ પડયો હતો.અમરેલી તાલુકાના બાબાપુર,ગાવડકા,નવા ખીજડીયા, તરવળા, મેડી, ગોપાલગ્રામ, ભંડારીયા, જાળીયા, મોટા માંડવડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વિજડીના કડાકા ભડાકા સાથે વહેલી સવારથી દસ વાગ્યા સુધીમાં ધોધમાર ત્રણથી ચાર ઇંચ વરસાદ પડી જતા ખેતરો અને ગામ બહાર પાણી વહેતા થયા હતા.ભારે વરસાદ પડવાના કારણે ગ્રામીણ વિસ્તારમાં વિજળી પણ ગુલ બની હતી.અને સારા વરસાદથી નદી નાળાઓમા પાણી વહેતા થયા હતા.તેમ હસમુખ રાવળની યાદીમા જણાવાયુ છે.જયારે ખારાપાટ પંથકના ફતેપુર, ચાંપાથળ, વિઠ્લપુર, પીઠવાજાળ, તરકતળાવ, શંભુપરા, નાના મોટા ગોખરવાળા, લાપાળીયા, ચકકરગઢ દેવળીયા,સહિત ગ્રામીણ વિસ્તારોમાં મોડી રાત્રીથી સવાર સુધીમાં એક થી દોઢ ઇંચ જેવો વરસાદ પડયો હતો. સારા વરસાદના કારણે ખેડુતોમાં ખુશી વ્યાપી હતી.ચીતલ થી અમરેલી વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે સવારના એક થી દોઢ ઇંચ જેવો વરસાદ પડયો હતો. મોટા આંકડીયામાં વહેલી સવારી દસ વાગ્યા સુધીમાં ધોધમાર બે ઇંચ જેવો વરસાદ પડયાનું મનોજ ત્રિવેદીએ જણાવ્યુ હતુ. ધારી તાલુકાના દલખાણીયા તેમજ ગીર કાંઠાના ગામોમાં મોડી રાત્રીથી સવાર સુધીમાં ધીમી ધારે એક ઘી દોઢ ઇંચ જેવોવરસાદ પડી જતા ખેડુતો અને માલધારી મા ખુશી વ્યાપી હતી.ચલાલા શહેર અને આસપાસના ગામોમાં પણ હળવા ભારે વરસાદ પડયો હતો.
અમરેલી શહેરમાં વહેલી સવારે ધીમી ધારે 10 વાગ્યા સુધીમાં પોણો ઇંચ જેવો વરસાદ પડયો હતો જયારે ધારીમાં 1 ઇંચ જેવો વરસાદ પડયો હતો. લીલીયા,સાવરકુંડલા,બગસરા,બાબરામાં હળવા ભારે મેધ સવારી શરૂ રહી હતી. દામનગર શહેરમાં હળવા જાપટા પડયાનું વિનોદભાઇ જયપાલએ જણાવ્યુ હતુ.લાઠીના અકાળામાં વહેલી સવારથી ધીમી ધારે અડધો ઇંચ વરસાદ પડયાનું રાજુભાઇ વ્યાસએ જણાવ્યુ હતુ.અમરેલી જીલ્લા ફલ્ડ કંટ્રોલ રૂમમાં સવાર 6 થી 10સુધીમાંંનોંધાવેલ વરસાદમાં અમરેલી 15 મીમી,ધારી 20 મીમી,બગસરા 8 મીમી, બાબરા 6 મીમી, લીલીયા 10 મીમી,સાવરકુંડલા 10 મીમી વરસાદ નોંધાયો હતો.