અમરેલી તાલુકા પંચાયતમાં અનુજાતીનું પ્રમાણપત્ર ખોટી સહીથી ઇસ્યુ કરી દેવાયું

અમરેલી,

અમરેલી તાલુકા પંચાયત કચેરીમાં તા. 6-10-22 ના રોજ ઈશ્યુ કરાયેલા પ્રમાણપત્રો જેવા કે અનુસુચિત જાતિનું પ્રમાણપત્ર સામાજીક અને શૈક્ષણિક પધાત વર્ગોનું પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગોનું પ્રમાણપત્રમાં ભાજપ પક્ષના તાલુકા પંચાયતના ચુંટાયેલા પદાધિકારી દ્વારા તાલુકા વિકાસ અધિકારીની ખોટી સહી કરીને ઈશ્યુ કરેલ હોય જે ખુબ ગંભીર બાબત કહેવાય, ગંભીરતાને ધ્યાનમાં લઈ તા. 6-10-22 ના રોજ અમરેલી તાલુકા પંચાયત દ્વારા ઈશ્યુ કરાયેલા તમામ પ્રમાણપત્રોની તપાસ કરવામાં આવે અને તેમા કરેલ સહીનો એફએસએલ રીપોર્ટ કરવામાં આવે અને જવાબદાર વ્યકિત સામે કડકમાં કડક કાર્યવાહી કરીને ગુનો દાખલ કરીને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગણી તાલુકા કોંગ્રેસ મહામંત્રી પ્રવિણભાઇ કમાણીએ જણાવ્યું .