અમરેલી તિરંગાના રંગે રંગાયું :હર ઘર તિરંગા

અમરેલી,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશ હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની રહ્યા છે. ગામડેથી લઈને મોટા મોટા નગરોમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ અમરેલી શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું.જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ એમને પ્રેરણા આપે છે. બહોળી સંખ્યામાં સૌ યાત્રામાં સહભાગી બનીર રહ્યા છે. તિરંગો એ આપણા સૌનું ગૌરવ છે. તિરંગાના સન્માનમાં આયોજિત આ યાત્રા લોકોને આપણો ભવ્ય વારસો યાદ અપાવે છે.