અમરેલી તેમજ ખાંભા ખાતે શાળાઓમાં સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન

અમરેલી,
સાયબર ક્રાઇમ પો.સ્ટે.-અમરેલી દ્વારા તા.06/07/2022ના રોજ સાયબર જાગૃતિ દિવસ અંતર્ગત અમરેલી તેમજ ખાંભા ખાતે શાળાઓમાં સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. શ્રી હિમકરસિંહ, પોલીસ અધિક્ષકશ્રી તથા શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષકશ્રી ની સૂચના અને માર્ગદર્શન મુજબ તથા શ્રી એચ.કે.મકવાણા પોલીસ ઇન્સપેકટર નાઓ દ્વારા માધ્યમિક શાળા જામકા તા.ખાંભા ખાતે તથા શ્રી જે.એમ.કડછા પોલીસ સબ ઇન્સપેક્ટરનાઓ દ્વારા કે.બી.ઝાલાવડીયા હાઇસ્કુલ અમરેલી તા.અમરેલી ખાતે સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ.પઆ સાયબર અવેરનેસ કાર્યક્રમ ના આયોજન અંગેનો હેતુ વર્તમાન પરિસ્થિતીમાં લોકોમાં સાયબર ક્રાઇમ લગત જાગૃતિ ફેલાવવા તથા લોકોને સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકાવવાનો હતો. આ સાયબર અવેરનેસ કાર્યક્રમમાં 350 થી વધુ વિધ્યાર્થીઓ તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા. જેઓને સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અંગે માહીતગાર કરવામાં આવેલ હતા.