અમરેલી : ત્રણ ધારાસભ્યોની કાલ અને આજ : સંઘર્ષનું ફળ મળ્યું

  • મુખ્યમંત્રી પછીનો હોદો એટલે વિરોધ પક્ષના નેતાનું પદ અમરેલીના ધારાસભ્ય શ્રી પરેશ ધાનાણીના લાંંબા સંઘર્ષ પછી અને રાજકીય સુઝબુઝને કારણે મળ્યું છે
  • રાજુલાના ધારાસભ્ય અંબરીષ ડેર પણ હિરાભાઇ સોલંકી જેવા માંધાતાને હરાવી આગળ આવ્યા છે
  • અમરેલી જિલ્લામાં ઉંધેકાંધ પડેલી કોંગ્રેસને સતા ઉપર આવતા બે દાયકા લાગ્યા હતા

રાજકીય સફરમાં જેના શત્રુ સૌથી વધુ હોય તે વધુ સફળ આગેવાન ગણાય પણ તેમની આ સફળતા પાછળ તેમનો લાંબો અને અનેક વિટંબણાઓ ભરેલો સંઘર્ષ છુપાયેલો હોય છે સામાન્ય જનતા રાજકારણીઓ એમ બોલીને ટોણા મારતી હોય છે પણ આ રાજકીય આગેવાનોની ગઇ કાલ અને આજ અનેક લોકો માટે બોધપાઠ જેવી હોય છે અવધ ટાઇમ્સે છેલ્લા 25 વર્ષમાં રાજકીય રીતે સંઘર્ષ કરી સફળ થયેલા પૈકીના ત્રણ ધારાસભ્યોની ગઇ કાલ અને આજ અહીં રજુ કરી છે.
મુખ્યમંત્રી પછીનો હોદો એટલે રાજ્યના વિરોધ પક્ષના નેતાનું પદ કહેવાય છે અને આ પદ અમરેલીના ધારાસભ્ય શ્રી પરેશ ધાનાણીના લાંંબા સંઘર્ષ પછી અને રાજકીય સુઝબુઝને કારણે મળ્યું છે છતા શ્રી પરેશ ધાનાણીને મીનીસ્ટરની જેમ મળતી લાલ લાઇટવાળી કાર અને સુવિધાઓને તેણે ઠોકર મારી છે હું ખેડુતનો દિકરો છે મને એટલી ખબર પડે છે કે મારે વાવતુ જવાનું છે એ ગમે ત્યારે ઉગશે તેવા મંત્ર સાથે આગળ વધી રહેલ શ્રી પરેશ ધાનાણી શ્રી મનુભાઇ કોટડીયાના શિષ્ય છે અને 2002 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપસેટ સર્જી આગળ આવ્યા હતા અને ગુજરાતમાં જાણીતા થઇ ગયા હતા પણ એ પાંચ વર્ષમાં તેમની પ્રારંભીક કોઠાસુઝમાં તે ભુલ ખાઇ જતા 2007 માં તેમને રાજકીય વનવાસ વેઠવો પડયો હતો આ પાંચ વર્ષના રાજકીય વનવાસ દરમિયાન શ્રી પરેશ ધાનાણીએ નવી દિલ્હીમાં કોંગ્રેસનું રાજ તપતુ હતુ ત્યાં રાજકારણના નવા પાઠ શીખ્યા હતા અને 2012 થી બે ચૂંટણીઓમાં અજેય રહી પોતાના પાયા વધુ ઉંડા ઉતારી દીધા છે અને આ 20 વર્ષની સફર પછી અત્યારે ગુજરાતભરમાં અને કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરે તેમનું વજન છે.
અમરેલીમાં પાંચ ધારાસભ્યો કોંગ્રેસના હતા આજે ચાર છે આ ચાર પૈકીના ગુજરાતભરમાં વાચાળ, બોલકા અને આક્રમક ધારાસભ્યની છાપ ધરાવતા અને જ્યારે સંસદ સભ્ય હતા ત્યારે મહુવા મુંબઇ વચ્ચેેની ટ્રેન શરૂ ન થાય તેવા તત્કાલીક રેલ મંત્રી લાલુપ્રસાદ યાદવના જવાબ સામે લડી જગડીને આ ટ્રેન શરૂ કરાવનાર શ્રી વિરજીભાઇ ઠુંમરનો સંઘર્ષ કદાચ સૌથી વધ્ાુ છે અમરેલી જિલ્લાની વર્તમાન કોંગ્રેસ અત્યારે ટકી રહી છે તે શ્રી વિરજીભાઇ ઠુમ્મર અને શ્રી ઠાકરશીભાઇને કારણે બચી ગઇ અથવા તો ટકી રહી હતી તેમ કહી શકાય 1990 ના દાયકાથી અમરેલી જિલ્લામાં કોંગ્રેસની પડતી શરૂ થઇ હતી છેલ્લા 10 વર્ષથી સંઘર્ષ કરી રહેલા શ્રી દિલીપ સંઘાણી અને શ્રી પરસોતમ રૂપાલાને લોકોએ જિલ્લાની બાંધડોર સોંપી હતી અને તેમની કામગીરી અને નેટવર્કને કારણે કોંગ્રેસની એવી હાલત થઇ ગઇ હતી કે અમરેલી જિલ્લામાં ઉંધેકાંધ પડેલી કોંગ્રેસને સતા ઉપર આવતા બે દાયકા લાગ્યા હતા.
છેક 2015 પછી અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોેંગ્રેસને બેસવાનું ઠેકાણું મળેલ હતું સ્વ. મનુભાઇ કોટડીયાના શિષ્ય એવા શ્રી વિરજીભાઇ ઠુમ્મરને અનેક ચડાવ-ઉતાર આવ્યા હતા અને અનેક કાયદાકીય અડચણો આવી હતી તેમણે મુશ્કેલીઓનો મક્કમતાથી સામનો કર્યો હતો હકીકતમાં શ્રી વિરજીભાઇ ઠુમ્મર બિડી કે સીગારેટ નથી પીતા પણ ઉપરની એક ફાઇલ તસ્વીરમાં તે સીગારેટ સળગાવતા નજરે પડે છે આ સીગારેટ તે એક ધાર્મિક કાર્યક્રમની ધાર્મિક વિધીના ભાગરૂપે સળગાવી રહયા હોવાનું અવધ ટાઇમ્સની સ્મૃતિમાં છે તો ટાવરના ચોકમાં ડીમોલેશનના પ્રશ્ર્ને નાની ઉમરે બુલ્ડોજરની સામે અડીખમ ઉભા રહી ગયેલા શ્રી પરેશ ધાનાણીની અવધ ટાઇમ્સના કેમેરામાં કેદ થયેલી તસ્વીર છે.
વધુ એક તસ્વીર અત્યારના લોકો માટે કદાચ નવીન હશે પણ હાલના કોંગ્રેસના રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્ય શ્રી અંબરીષ ડેરની છે શ્રી અંબરીષ ડેરની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપથી થઇ હતી ભાજપના યુવાન કાર્યકર્તા શ્રી અંબરીષ ડેર શ્રી દિલીપ સંઘાણીની એક ચૂંટણી સભાને સંબોધી રહયાની તસ્વીર પણ અવધ ટાઇમ્સના કેમેરામાં કેદ થયેલી હતી શ્રી અંબરીષ ડેરએ રાજુલામાં નગરપાલિકામાં સતાના સુત્રો સંભાળી અને પોતાની રાજકીય કુનેહ અને શક્તિનો પરિચય આપ્યો હતો ભાજપમાંથી છેડો ફાડયા બાદ કોંગ્રેસમાં પ્રવેશ મેળવી ટીકીટ લાવ્યા હતા અને તેમની લડાઇ શ્રી પરેશ ધાનાણી જેવી ટફ હતી શ્રી પરેશ ધાનાણીએ ગઇ ચૂંટણીમાં અજેય એવા અને તે જેમને કાકા કહેતા હતા તેવા શ્રી બાવકુભાઇ ઉંધાડને પરાજીત કર્યા હતા તેવી જ રીતે રાજુલામાં તેમની ટક્કર ભાજપના માંધાતા પુર્વ સંસદીય સચિવ અને અક્ષરધામમાં ત્રાસવાદીઓ સામે સામી છાતીએ લડનાર રીયલ હીરો હીરાભાઇ સોલંકી સામે હતી પણ શ્રી અંબરીષ ડેરએ રાજુલામાં કરેલ સંઘર્ષ તેમને કામ લાગ્યો હતો અને ગઇ કાલનો આ સામાન્ય યુવાન કાર્યકર આજે માત્ર ધારાસભ્ય જ નથી પણ રાજુલામાં એક એવી સેવાકીય હોસ્પિટલનો પાયો નાખી રહેલ છે કે જેને લોકો ક્યારેય નહી ભુલે.