અમરેલી,
અમરેલી ધરમનગર ભરાડ સ્કુલની પાછળ અર્જુનભાઈ જગદીશભાઈ સેજપાલના ભાઈના બંધ રહેણાંક મકાનમા તા. 16-10 ના મોડી રાત્રિના કોઈ તસ્કરોએ મકાનની દિવાલ કુદી અંદર પ્રવેશી દરવાજાના આલ્ડ્રાફનો નકુચો તોડી મકાનમાં પ્રવેશી રોકડ રૂ/-14,000 તથા ચાંદીના છડા પટી ઘાટના તથા ફ્રેન્સી જેવા છડા રૂ/-4000 તથા એક જોડી ચાંદીની ઝાંઝરી રૂ/-1000 ની ચોરી કરી બાજુમા અક્ષયભાઈ અતુલભાઈ ઝીઝુવાડીયાના મકાનની બહાર રાખેલ હોન્ડા સાઈન જી.જે. 14 એ.જે. 4343 રૂ/-20,000 કિંમતનું મળી કુ રૂ/-39,000 ચોરી કરી ગયાની અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ