અમરેલી નગરપાલિકા કબ્જે કરતો ભાજપ

  • કોંગ્રેસને બે આકડા જેટલી સીટ પણ ન મળી : કોંગ્રેસનો સફાયો : શ્રી મુકેશ સંઘાણીની ગોઠવણ કામ કરી ગઇ
  • શ્રી કૌશિક વેકરીયા, શ્રી મુકેશ સંઘાણી,શ્રી તુષાર જોષી સહિતના આગેવાનો સાથે કોલેજ સર્કલથી ડો. જીવરાજ મહેતા ચોક સુધી ભાજપના વિજેતા ઉમેદવારોનું વિજય સરઘસ ડીજેના તાલે નિકળ્યું
  • અમરેલીના ડો, જીવરાજ મહેતા ચોકમાં શ્રી દિલીપ સંઘાણીની ઉપસ્થીતીમાં ભાજપના
    ઉમેદવારોની આભાર સભા યોજાઈ : અમરેલીના વિકાસ માટે કોલ આપતા નવા ચુંટાયેલા સભ્યો

અમરેલી,
અમરેલી નગરપાલીકાની 44 બેઠકો માટેની ચુંટણી યોજાતા મત ગણતરી બાદ ભાજપના 35 ઉમેદવારોનો ભવ્ય વિજય થતા અમરેલી કોલેજ થી ડો. જીવરાજ મહેતા ચોક સુધી ભાજપના વિજેતા ઉમેદવારોનું વિજય સરઘસ કાઢવામાં આવ્યુ હતું. જેમા ભાજપના તમામ વિજેતા ઉમેદવારો, ચુંટણી ઈન્ચાર્જ મુકેશભાઈ સંઘાણી, શહેર ભાજપ પ્રમુખ તુષારભાઈ જોષી, સહઈન્ચાર્જ ભાવેશભાઈ સોઢા, ભાવનાબેન ગોંડલીયા, સહકારી સંઘના પ્રમુખ મનીષભાઈ સંઘાણી જોડાયા હતા. રસ્તામાં જુદા-જુદા સમાજના અગ્રણીઓ દ્વારા ફુલહારથી આગેવાનોનું સન્માન કરવામાં આવેલ. ડો. જીવરાજ મહેતા ચોકમાં ડો. જીવરાજ મહેતાની પ્રતિમાં ને આગેવાનોએ પુષ્પ માળા પહેરાવી વંદન કર્યા હતા. આ પ્રસંગે ડો.જીવરાજ મહેતા ચોકમાં ભાજપના પાલીકાના ઉમેદવારોના સમર્થનમાં વિજય મળતા આભાર સભા યોજાઈ હતી.
આ સભામાં નાફસ્કોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઈ વેકરીયા, મુકેશભાઈ સંઘાણી. શહેર ભાજપ પ્રમુખ તુષારભાઈ જોષી, અમરડેરીના ચેરમેન અશ્ર્વીનભાઈ સાવલીયા. જાણીતા ઉદ્યોગપતિ ભરતભાઈ ટાંક, ઉર્વીબેન ટાંક, રામભાઈ સાનેપરા, વેપારી અગ્રણીઓ રાજુભાઈ અકબરી પટેલ મારબલ, અમરેલી ડીસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ, ઈન્દીરા શોપીંગ સેન્ટર વેપારી એસો. ઈન્દીરા શોપીંગ સેન્ટર કરિયાણા એસો. હોલસેલ ગ્રેઈન મરર્ચન્ટ વેપારી એસો., ચુતરભાઈ અકબરી, ગીરીશભાઈ ભટ્ટ, હરેશભાઈ સાદરાણી, શ્રધ્ધા કિરાણા બાબુભાઈ કાબરીયા, ભાવેશભાઈ પડસાલા, શાકાભાજી એસો.ના કાળુભાઈ રૈયાણી, ઘનશ્યામભાઈ રૈયાણી, હરેશભાઈ પી.સી. સ્ટીલ, દિનેશભાઈ પોપટ, મુકુંન્દભાઈ ગઢીયા, બાબભાઈ જાવીયા, પાલીકાના પુર્વ પ્રમુખ જંયતિભાઈ રાણવા તેમજ વેપારીઓ, ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
શહેર ભાપજ પ્રમુખ તુષારભાઈ જોષી જણાવેલ કે એક – એક બુથ અને એક-એક કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. આ પ્રસંગે પાલીકા ચુંટણી ઈન્ચાર્જ મુકેશભાઈ સંઘાણીએ જણાવેલ કે અમરેલીની જનતાએ પાલીકાની ચુંટણીમાં ભાજપના ઉમેદવારો ઉપર વિશ્ર્વાસ મુકી વિજેતા બનાવી અમરેલીના વિકાસની નેમ ઉપર લઈ જવા જનતાનો વિશ્ર્વાસ તુટશે નહી. તેમ શ્રી સંઘાણી જણાવ્યુ હતુ. અને અમરેલી ની જનતાની જે અપેક્ષા છે તે પુરી કરીશું જીલ્લા ભાપજ પ્રમુખ કૌશીકભાઈ વેકરીયાએ જણાવેલ કે સ્થાનીક સ્વરાજયની તેમજ પાલીકાની ચુંટણીઓમાં જીલ્લાની જનતાએ જનમત ઉપર વિશ્ર્વાસ મુકીને ભાજપના ઉમેદવારોને વિજેતા બનાવ્યા છે. જેમાં પેજ કમીટી અને તમામ કાર્યકર્તાઓની આ જીત છે. સાંસદ નારણભાઈ કાછડીયાએ જણાવેલ કે આજના વિજય ઉત્સવમાં સમગ્ર ગુજરાતમાં જ્યારે કમળ ખીલ્યુ છે ત્યારે સ્થાનીક સ્વરાજયની ચુંટણી અને પાલીકાની ચુંટણીઓમાં જીલ્લા ભાજપના ખાતામાં ગઈ છે. જેથી મને વધુ આનંદ છે કે જીલ્લાામાં કેસરીયો લહેરાયો છે. જેના પાછળ સમગ્ર જીલ્લા ભાજપની ટીમનો આભાર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે નાફસ્કોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણી એ જણાવેલ કે સૌ પ્રથમ શહેરના મતદારોને વધાવી ધન્યવાદ આપુ છુ કે ભાજપના કમળ ઉપર વિશ્ર્વાસ મુકી વિજેતા બનાવ્યા છે. અમરેલી શહેરમાં ઉતર થી દક્ષિણમાં કેમ પરિવર્તન આવ્યુ? અમોને જનતામાં ફરતા-ફરતા વિશ્ર્વાસ મળ્યો હતો. વાદ નહી વિવાદ નહી વિકાસ સિવાય વાત નહી. ના સુત્રના આધારે આપણો વિજય થયો છે. કોગ્રેસે ભાગલા વાદી પ્રવૃતિ અપનાવી તેનું પરિણામ લોકોએ તેને બતાવ્યુ છે. આપણે નરેન્દ્રભાઈ મોદીને ધ્યાનમાં રાખી પારદર્શકતા થી વિકાસ કરીને લોકોના કામો કરવાના છે.