અમરેલી નગરપાલિકા કબ્જે કરવા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ શરૂ

  • અમરેલી નગરપાલિકામાં ગત ટર્મમાં કોંગ્રેસના 35 અને ભાજપના 6 અને અપક્ષના 3 સભ્યો ચુંટાયા હતા : 2018 માં કોંગ્રેસપક્ષમાં બળવો થયો હતો
  • નગરપાલિકાનાં 35 સભ્યોમાંથી ટર્મ પુરી થતા કોંગ્રેસ પાસે 19 નક્કોર સભ્યો રહયા : અમરેલી નગરપાલિકાના કુલ 8 સભ્યો ભાજપમાં ભળી ગયેલા

અમરેલી,
અમરેલી નગરપાલિકાની ચુંટણી આડે બહુ જાજો સમય નથી રહયો ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા નગરપાલિકા કબ્જે કરવા માટે વ્યુહરચનાઓ અને દોડધામ શરૂ કરી દેવામાં આવી છે 2010 થી 15 માં ભાજપને પ્રચંડ બહુમતિ હતી.
જ્યારે 2015 થી અત્યાર સુધીમાં કોંગ્રેસને પ્રચંડ બહુમતિ હતી.અમરેલી નગરપાલિકામાં નવા સિમાંકન મુજબ 2015ની ચુંટણીમાં 11 વોર્ડમાં 44 બેઠકો હતી જેમાં 50 ટકા સ્ત્રી અનામત છે આ 44 બેઠકોમાંથી અમરેલીની જનતાએ કોંગ્રેસને 35 બેઠકો આપી હતી અને ભાજપને માત્ર 6 બેઠક આપી હતી જ્યારે 3 બેઠકો અપક્ષોને આપી હતી.
3 વર્ષ પછી કોંગ્રેસમાંથી 15 સભ્યોએ બળવો કર્યો હતો જેમાંથી 8 સભ્યો ભાજપમાં ભળી ગયા હતા અને કોંગ્રેસ પાસે બોર્ડ પુરૂ થતા સુધીમાં તેના રોકડા 19 સભ્યો હાથ ઉપર રહયા હતા.