અમરેલી નગરપાલીકામાં છેલ્લા આઠ દિવસમાં 15 નાગરીકો વેરા ભરી ગયા

અમરેલી,15મી તારીખથી અમરેલી નગરપાલીકા નિયમીત બની હતી અને લોકડાઉન છતા પણ નગરપાલીકાની સેવાઓ સફાઇ, પાણી, સ્ટ્રીટલાઇટ શરૂ રહી છે. આવા સમયે અમરેલીના 15 સાચા નાગરીકોએ પણ પોતાની નિષ્ઠા બતાવી છે. 15 તારીખથી આજ દિવસ સુધીમાં શહેરના નાગરીકો ખોખર નાથાભાઇ જીવરાજભાઇ, આડતીયા ચંદ્રીકાબેન લક્ષ્મીદાસ, દલસાણીયા મનીષાબેન મુકેશભાઇની 3 મિલ્કતો, બારેવાલ સૈયદમીયા બાવામીયા, જોબીન અલ્લુપરમપીલ સીના તથા ગોસાઇ નીતાબેન કૈલાશગીરી,લાઠીગરા કિશોરભાઇ ગીરધરભાઇ, રફાઇ હમીદશા રજાકશા, મંગલપરા કાનજીભાઇ કરશનભાઇ, જોટાણીયા નાથાભાઇ ઘુસાભાઇ અને પોપટ જશુમતીબેન રમણીકભાઇ તથા એક સરકારી જમીનના વેરા જેની કિંમત તો માત્ર 23 હજાર જેવી જ થાય છે પણ આ અમરેલીના સાચા નાગરીકો છે તે સાબિત થઇ રહયુ છે.