અમરેલી,
ગુજરાત રાજ્ય પ્રા.શિક્ષણ વિભાગના આદેશ અનુસાર અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બે તબક્કામાં જિલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ધોરણ 1 થી 5ની 23 તથા ધોરણ 6 થી 8ની 9 મળી કુલ 32 ખાલી જગ્યાઓ હતી,તેમાં બંને વિભાગોમાં 1-1 જગ્યા ભઇભ -મ્ઇભ પ્રતીનીયુક્તી રદ કરવામાં આવેલ જે જગ્યા ભરાઈ હતી. ત્યારબાદ બંને વિભાગોમાં તારીખ-28/7/20 23 તથા 31/7/2023 એમ બે તબક્કામાં જગ્યા ભરવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમા 30 (તમામ)જગ્યાઓ ભરાઈ હતી.અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી તુષારભાઈ જોષી, વાઈસ ચેરમેનશ્રી દામજીભાઈ ગોલ,શાસનાધિકારીશ્રી આશિષભાઈ જોષી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માંથી રાજેશભાઈ મહેતા,જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી સુનીલભાઈ ગોયાણી, અમરેલી નગર પ્રાથમિક શિક્ષક સંઘ માંથી અમરીશભાઈ વિંછીયા, અમરેલી નગર શૈક્ષિક સંઘ માંથી અશ્વિનભાઈ ચાવડા,પે.સે.આચાર્યશ્રી દિનેશભાઇ વ્યાસ,કચેરીના સ્ટાફ તૈલી ભાઈ તથા સંદીપ વામજા,રજની સોલંકી,વિજય મયાત્રા,ધર્મેશ મકાણી,ભાવેશ વાળોદરા એ જિલ્લાફેર બદલી કેમ્પના સફળ આયોજન માટે જહેમત ઉઠાવી .