અમરેલી,
સાવરકુંડલા અમરેલી વચ્ચે છાપરી ગામના વતની એક પ્રસંગિક ચાંદલા પ્રસંગે જતા હોય પીકપ વાનનું ટાયર ફાટતા ગાડી પલટી મારી જતા પંદરથી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ધારાસભ્ય શ્રીવિરજીભાઈ ઠુંમર જિલ્લા પંચાયત પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રદેશ કોંગ્રેસ મહિલા અધ્યક્ષ જેનીબેન ઠુંમર ગુજરાત પ્રદેશ કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં જોડાવા માટે સાવરકુંડલા જતા હોય સમાચાર મળતા તાત્કાલિક 108 બોલાવી ઇજાગ્રસ્ત લોકોને સિવિલ હોસ્પિટલ ખસેડવા માટે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે તે માટે લોકોને સમજૂતી આપી ચારેક 108 ગાડીઓ બોલાવી હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી કરીને શાંત હિંમત આપી હોસ્પિટલ ખસેડ્યા હતા.
જેમાંસાવરકુંડલાના છાપરી ગામેથી સીંકદરભાઇ સુલેમાનભાઇ ગાહા ઉ.વ.41ના દિકરા સાહીલની સગાઇ બાબરા રહેતી નિલફર સાથે નકકી થતા સગા સંબંધીઓ સાથે બોલેરો પીકઅપમાં બાબરા જવા રવાના થતા ઓવરલોડ પેસેન્જર થવાથી બોલેરો પીકઅપનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં સીકંદરભાઇ સુલેમાનભાઇ ગાહા ઉ.વ.41 રહે.છાપરી, રસુલભાઇ હુસેનભાઇ ગાહા ઉ.વ.40 રહે.છાપરી, યાસ્મીનબેન મોમીનભાઇ ગાહા ઉ.વ.22 રહે.છાપરી, રોજીનાબેન લુધીરભાઇ ઉ.વ.20 રહે.બોડીયા, સોહીલભાઇ અલાઉદીનભાઇ દલ ઉ.વ.13 રહે.બોડીયા, હસીનાબેન મોમીનભાઇ ગાહા ઉ.વ.35 રહે.છાપરી, જીયાન ઇકબાલભાઇ જુણેજા ઉ.વ.9 રહે.તાતણીયા, મોમીનભાઇ ઇસાકભાઇ ગાહા ઉ.વ.35 રહે.છાપરી, નરગીસબેન નુરૂદીનભાઇ દલ ઉ.વ.24 રહે.બોડીયા, મુરાદબેન હુસેનભાઇ ગાહા ઉ.વ.50 રહે.છાપરી, હસીનાબેન સીંકદરભાઇ ગાહા ઉ.વ.40 રહે.છાપરી, સાહીનબેન સમીરભાઇ ગાહા ઉ.વ.22 રહે.છાપરી, ઉવેશભાઇ રફીકભાઇ ગાહા ઉ.વ.18 રહે.છાપરી, સાજીદભાઇ ઇલ્યાસભાઇ ગાહા ઉ.વ.22 રહે.છાપરી, હનીમાબેન સુલેમાનભાઇ ગાહા ઉ.વ.59 રહે.છાપરી, સારૂબેન ઉસ્માનભાઇ ગાહા ઉ.વ.60 રહે.છાપરી, મુસ્તાકભાઇ હુસેનભાઇ ગાહા ઉ.વ.18 રહે.છાપરી, બીલકીશબેન રસુલભાઇ ગાહા ઉ.વ.40 રહે.છાપરી, હરજાનાબેન ઇકબાલભાઇ જુણેજા ઉ.વ.20 રહે.તાતણીયા, ઇકબાલભાઇ ઇસાકભાઇ ગાહા ઉ.વ.35 રહે.છાપરી, નદીમભાઇ રફીકભાઇ ગાહા ઉ.વ.20 રહે.છાપરી, જમીલાબેન રજાકભાઇ ગાહા ઉ.વ.40 રહે.છાપરી, આસીફભાઇ સીકંદરભાઇ ગાહા ઉ.વ.20 રહે.છાપરી, ઉસ્માનભાઇ હુરૂભાઇ ગાહા ઉ.વ.55 રહે.છાપરી વાળાઓને ઇજાઓ થતા 108 દ્વારા અમરેલી સીવીલ હોસ્ટિપલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાં ગંભીર ઇજા થતા આસીફભાઇ સીકંદરભાઇ ગાહા, ઇકબાલભાઇ ઇસાભાઇ ગાહા, નદીમભાઇ રફીકભાઇ ગાહા, સોહીલભાઇ અલાઉદીનભાઇ સહિત ચારનેવધુ સારવાર અર્થે રાજકોટ દવાખાને ખસેડવામાં આવ્યા છે.આ બનાવની તપાસ એએસઆઇ મનોજભાઇ રાઠોડ ચલાવી રહયા છે.આ બનાવમાં 108 નાં શ્રી જાનીની ટીમે સેવા આપી હતી.