અમરેલી નજીક ફતેપુરમાં નદિમાં ડુબી જતા યુવાનનું મોત નિપજ્યું

અમરેલી તાલુકાના ફતેપુર ગામે રહેતા લાલો ઉર્ફે ભાવેશભાઈ મયાભાઈ મુંધવા ઉ.વ.31 પોતાની ભેંસો લઈને ચરાવવા માટે લઈ ગયેલ ત્યારે ભેંસો નદિના સામે કાંઠે જતા પોતે વાળવા જતા અક્સ્માતે નદિના ઘુનામા ડુબી જવાથી મૃત્યું નિપજતા આ બનાવ અંગે અમરેલી ફાયર ફાઈટરની ટીમે જાણ કરતા તરવૈયાઓ દ્વારા લાશની શોધ ખોળ કરી લાશને બહાર કાઢી અમરેલી તાલુકા પોલીસ દ્વારા લાશનો કબ્જો લઈ અમરેલી સીવીલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટેની તજવીજ હાથ ધરી હતી.આજરોજ તારીખ 28 /7/ 2023 સમય 12:55 કલાકે અમરેલી ડિઝાસ્ટર કંટ્રોલરૂમ દ્વારા અમરેલી જિલ્લાના ફતેપુર મુકામે આવેલ   ઠેબી ડેમમાં કોઈ અજાણી વ્યક્તિ ડૂબી જવાની ટેલીફોનિક જાણ અમરેલી ફાયર કંટ્રોલરૂમ ખાતે કરેતા તેના અનુસંધાને અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બે કલાકની અથાક શોધ ખોળ કરી બોડી નુ રેસ્ક્યુ  કરી સ્થાનિકમાં આવેલ તાલુકા પોલીસને પોસ્ટમોર્ટમ અર્થે સોંપેલ. આ કામગીરી કરનાર ફાયર સ્ટાફ (1)કૃષ્ણભાઈ ઓળકિયા (2)સવજીભાઈ ડાભી  (3)પ્રવીણભાઈ ચૌહાણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.