અમરેલી નજીક બાઇકને કાર ચાલકે હડફેટે લેતા બે ના મોત

અમરેલી,
અમરેલીથી ચલાલા રોડ ઉપર અમરદાણ ફેકટરી નજીક સાગર જયકિશનભાઇ સુરેલીયા રહે.રાજકોટ, મેહુલ નરસિંહભાઇ પનારા રહે.રાજકોટવાળાએ પોતાની ઇકો કાર જીજે 03 એલઆર 0973 નશો કરેલી હાલતમાં પુરઝડપે અને બેફીકરાઇથી રોંગ સાઇડમાં ચલાવી સામેથી આવતા વાહનો સાથે અકસ્માત થશે અને વ્યકિતને શારીરિક ઇજા કે મૃત્યુ થવાનો સંભવ હોય તેવુ જાણવા છતા રોંગ સાઇડમાં ચલાવી દાદા મનુભાઇ કાથડભાઇ ભટીના બાઇક સાથે ભટકાવી મનુભાઇ તેમજ પોૈત્રી વિશ્ર્વાને ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી યશ્વીબેન વિવેકભાઇ ભટી ઉ.વ.14 ને હાથે ફેકચર કરી નાની મોટી ગંભીર ઇજા પહોંચાડયાની અમરેલી રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ