અમરેલી નાગનાથ મંદિરથી ગર્લ્સ સ્કુલ સુધીનો રોડ બની જતા હવે ખુલ્લો કરાશે

અમરેલી,
અમરેલી નગરપાલીકા દ્વારા શહેરમાં વિકાસના કામો માટે મળેલ ગ્રાન્ટમાંથી અમરેલી શહેરના વિવિધ વિસ્તારના આરસીસી રોડના કામો શરૂ છે.
હાલમાં નાગનાથ મહાદેવ મંદિર સામેથી ગર્લ્સ હાસ્કુલ સુધીનો એક તરફનો રોડ બની ગયા બાદ નાના બસસ્ટેશન સામેની સાઇડમાં રોડ બનાવવાની કામગીરી પાલીકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. આરસીસી રોડ બનવાના કારણે આ રોડને પાણીના ક્યારા ભરીને 15 થી 20 દિવસ પાકવા દેવો પડતો હોય છે. જેના કારણે નાના બસસ્ટેશન વાળો રોડ વનવે બની જતા આવન-જાવન માત્ર એક રોડ હોય જેના કારણે આ રોડ ઉપર ટ્રાફીકનું પ્રમાણ વધ્યું હતું અને વાહનો વચ્ચે રાહદારીઓને પસાર થવામાં પણ મુશ્કેેલી પડતી હતી. આ રોડ હવે પાકી જતા પાલીકા દ્વારા ખુલ્લો કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. અને આ રોડ બે ત્રણ દિવસમાં ખુલ્લો થય જતા ટ્રાફીકનો પ્રશ્ર્ન હલ થઇ જશે. હજુ આ રોડ ઉપર મહાત્મા મુળદાસ સર્કલ નજીક તેમજ હરીરામબાપા સર્કલ નજીક સીસી રોડનું થોડુ કામ બાકી છે. તે પણ પાલીકા દ્વારા વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તો આ રોડ ઉપર વાહન ચાલકો રાહદારીઓને સારી સગવડતા મળી રહેશે.