અમરેલી નાગરિક બેંક લી.ની 56 મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન

બેંકે ગત વર્ષમાં રૂા. 304.79 લાખનો નફો કર્યો : સભાસદોને મહતમ 15 ટકા ડિવીડન્ડ જાહેર કર્યુ :સતત 18 માં વર્ષે નેટ એન.પી.એ. 0 ટકા:રૂ.7509.88 લાખ ધિરાણ

અમરેલી,અમરેલી નાગરિક સહકારી બેંક લી. ની 54 મી વાર્ષિક સાધારણ સભામાં મહેમાનોનું પુષ્ણ ગુચ્છથી સ્વાગત બેંકના જનરલ મેનેજર આવિષ્કાર ચૌહાણ તથા આસી. મેનેજર દિલીપ ધોરાજીયાએ કરેલ. ત્યાર બાદ વાર્ષિક સાધારણ સભાનું સંચાલન બેંકના આસી. મેનેજર દિલીપ ધોરાજીયા દ્વારા કરવામાં આવેલ. બેંકની કામગીરી અને પ્રગતિનો અહેવાલ બેંકના જનરલ મેનેજર આવિષ્કાર ચૌહાણે આપેલ. તા. 31-3-20 ના રોજ થાપણ રૂા. 15504.34 લાખ થવા પામેલ છે. તેમજ ધિરાણ રૂા. 7509.88 લાખ થયેલ છે. તેમજ ચાલુ વર્ષે બેંકે ઇન્કમટેક્ષ પ્રોવીઝન પહેલાનો નફો રૂા. 304.79 લાખ કરેલ છે. બેંકે રીકવરી પર પુરતુ ધ્યાન આપી બેંકની નફાની પરિસ્થિતી જાળવી રાખી બેંકે તમામ પાસા પર પ્રગતિ કરેલ છે. બેંકનું ધ્યેય ઉતમ ગ્રાહક સેવાનું રહયુ છે. બેંક દ્વારા દર વર્ષની માફક સભાસદોને મહતમ 15 ટકા ડીવીડન્ડ જાહેર કરવામાં આવેલ છે જે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સુચના મળ્યા પછી ચુકવવામાં આવશે. બેંકના પુર્વ ચેરમેન શ્રી પી.પી.સોજીત્રાની દેખરેખ નીચે બેંકના રીકવરી ઓફીસર શ્રી અજયભાઇ નાકરાણી અને તેમની ટીમે સતત 18 માં વર્ષે પણ બેંકનું નેટ એન.પી.એ. 0 ટકા ગ્રોસ એન.પી.એ. 6.87 ટકા જાળવેલ છે. ગ્રોસ એન.પી.એ. માં મહતમ ખાતાઓ સોનાના દાગીના સામે આપેલ ધિરાણના છે. બેંક દ્વારા આઇસીઆઇસીઆઇ બેંક લી. ની સાથે ટાઇઅપ કરી રૂપેય પ્લેટફોર્મ દ્વારા એટીએમ કમ ડેબીટ કાર્ડ ની સેવા ચાલુ છે. બેંકનું એટીએમ કાર્ડ ભારતભરના આશરે 2,37,000 એટીએમ સેન્ટર ખાતે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વખતો વખતના નિયમોનુસાર માન્ય છે. ઉપરાંત આ રૂપેય એટીએમ કમ ડેબીટ કાર્ડ દ્વારા મોલ, પેટ્રોલપંપ, દુકાનો જેવા આશરે 10,00,000 થી વધ્ાુ વેચાણકેન્દ્રો ઉપરથી પોઇન્ટ ઓફ સેલ પીસીઓ મશીન પર સ્વાઇપ કરી ખરીદી કરી શકાય છે. વધ્ાુમાં બેંક દ્વારા મોબાઇલ બેંકીંગ એપ્લીકેશન વ્યુ ફેસેલીટી એસ.એમ.એસ. મીસ્ડ કોલની સુવિધા, અદ્યતન અને અપડેટેડ વેબસાઇટ, ઇલેકટ્રોનિક ફંડ ટ્રાન્સફર, ફિક્સ ડિપોઝીટ ઓટો રીન્યુઅલ, કવીક સ્ટેટમેન્ટ ઇ મેઇલ દ્વારા મેળવવાની સુવિધા વગેરે જેવી સેવાઓ પુરી પાડવામાં આવે છે તેમજ ઇ કોમર્સ, આઇએમપીએસ ઇન્ટરનેટ બેકીંગ, મોબાઇલ બેંકીંગ ટ્રન્સેકશન ફેસેલીટી જેવી આધ્ાુનિક સેવાઓ પણ બેંકના ખાતેદારોને ટુંક સમયમાં મળી રહે તે માટે બેંક સતત પ્રયત્નશીલ છે. બેંક ઉપર છેલ્લા 56 વર્ષથી જે સભાસદો, વેપારીઓ, ડિપોઝીટરો, ખેડુતોએ વિશ્ર્વાસ મુકેલ છે તે વિશ્ર્વાસ બેંકે સતત જાળવી રાખેલ છે. અમરેલી નાગરિક સહકારી બેંક લી. માત્ર બેંકીંગ કામકાજ કરતી બેંક નહી બનતા જાહેર જનતાને ઉપયોગી બેંક બની છે અને બેંકની ટીમ સમાજ પ્રત્યે કંઇક કરી છુટવાની ભાવના દર્શાવે છે. આ ભગીરથ કાર્ય માટે બેંકના ચેરમેન શ્રી જયેશભાઇ નાકરાણી, વાઇસ ચેરમેન શ્રી મનસુખભાઇ ધાનાણી, મેનેજીંગ ડિરેકટરશ્રી ભાવિનભાઇ સોજીત્રા, બેંકના પુર્વ ચેરમેન અને ડિરેકટરશ્રી પી.પી.સોજીત્રા તેમજ સમગ્ર બોર્ડ ઓફ ડિરેકટરશ્રીઓ અને બેંકના જનરલ મેનેજરશ્રી આવિષ્કાર ચૌહાણ, આસી. મેનેજરશ્રી દિલીપ ધોરાજીયા, રીકવરી ઓફિસરશી અજય નાકરાણી આસીસ્ટન્ટ રીકવરી ઓફિસર શ્રી નિતિનભાઇ ખીમાણી તથા સમગ્ર સ્ટાફની કાર્યક્ષમ કામગીરીને આભારી છે.