અમરેલી નાગરીક બેંક દ્વારા લોન ડિફોલ્ટરો સામે કોર્ટમાં ફરિયાદ

અમરેલી,

અમરેલી નાગરીક સહકારી બેંક દ્વારા બેંક લોનના હપ્તા નિયમિત નહી ભરનાર ભાવેશભાઈ હર્ષદભાઈ અધ્યારૂ અને મિતલબેન ભાવેશભાઈ અધ્યારૂ જલારામનગર પાસે જડેશ્ર્વરનગર હનુમાનપરા રોડ અમરેલી રૂ/- 4,00,000 ,યુસુફભાઈ સિદિખભાઈ તેલી બાગે અમોન કોલોની મીર સાહેબની ગલી અમરેલી રૂ/- 18,400 , વિનોદભાઈ શાંતિલાલ કોટડીયા ખોડીયાર નગર -1 લીલીયા રોડ અમરેલી રૂ/-5,00,000, તેજસકુમાર જગદીશભાઈ લેઉવા બહારપરા ચકકરગઢ રોડ અમરેલી રૂ/- 55,000 , દશરથસિંહ વિજેન્દ્રસિંહ ઠાકોર અમૃતનગર શેરી નં.5 ચકકરગઢ રોડ અમરેલી રૂ/-80,000 નો ચેક રીટર્ન થતા ચીફ કોર્ટમાં ફરિયાદ નોંધાવતા અન્ય હપ્તા કે વ્યાજ ભરવા કે સીસી રીન્યુલ કરવામાં ઢાગાઢયા કરનાર લોન બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે. બેન્કની રીકવરીની કામગીરી અંગે દેખરેખ રાખનાર ડીરેકટર પીપી સોજીત્રાની યાદીમા જણાવ્યા અનુસાર હજુ પણ ટુંક સમયમાં એવા સીસી ધારકો કે જેવો લાંબા સમયથી સીસી રીન્યુ કરાવતા ન હોય કે વ્યાજ અને સ્ટોક પત્રક નિયમિત આપતા ન હોય તેઓની સામે કોઈપણની શેહશરમ વગર વસુલાત અંગેના સખ્ત પગલાં ભરવામા આવશે.