અમરેલી નાગરીક બેંક દ્વારા લોન બાકીદારની મિલ્કત સીલ કરાઇ

અમરેલી, શ્રી રામ સીડસ ઈન્ટસ્ટ્રીઝના પ્રો. પ્રકાશભાઈ વિઠળભાઈ પટેલ(બાબરીયા). રહે. જલારામનગર હનુમાનપરા અમરેલીએ નાગરીક સહકારી બેંક લી. માંથી કેશક્રેડીટ હાઈ પોથીકેશન લોન રૂા.10,00,000/-ની મેળવેલ હતી. જેમાં તેઓ દ્વારા ક્રેશ ક્રેડીટ લીમીટ મેળવ્યા બાદ બેંકમાં ખાતે ઉધેરલ વ્યાજ તથા બાકી રકમ ભરવામાં ઘણા સમયથી ઠગાઠૈયા કરતા હોય જે બાબતે બેંક દ્વારા ધોરણદસરની કાર્યવાહી હાથ ધરવવામાં આવેલ હોય અને ઉપરોકત બેંકના બાકીદારને નવાર રકમ ભરવા માટે જાણ કરવામાં આવેલ હોવા છતાં તેઓ દ્વારા બેંકની બાકી રકમ ભરવા માટેની કોઈ દરકાર નહી કરતા. માન. લવાદ કોર્ટ ભાવનગર દ્વારા તા:9/8/2018ના રોજ હુકમ થયેલ છે જે અન્વેય આજરોજ તારીખ:18/2/2021 ને ગુરૂવારના રોજ બેંક દ્વારા માન. લવાદ કોર્ટના હુકમ મુજબ જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે અંર્તગત તેમના તરફની બેંક ને મોર્ગેજમાં આપેલ મિલ્કતમાં સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અને નજીકના સમયમાં બેંક તરફથી આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. તેમ બેંકના રીકવરી ઓફીસર અજયભાઈ એમ.નાકરાણી તેમજ આસી.રીકવરી ઓફીસર/વેચાણ અધિકારી નિતિનભાઈ ખીમાણીની યાદીમાં જણાવવામાં આવેલ છે. વધુમાં બેંક રીકવરી કામગીરી અંગે દેખરેખ રાખનાર ડિરેકટર પી.પી. સોજીત્રા ની યાદી જણાવે છે. કે હજુ પણ ટુંક સમયમાં એવા સી.સી. ધારકો કે જેઓ લાંબા સમયથી સી.સી. રીન્યુ કરાવતા ન હોય કે વ્યાજ અને સ્ટોકબત્રક નિયમિત આપતા ન હોય તેમજ તમામ લોનોમાં હપ્તા ભરતા ન હોય તેઓની સામે કોઈપણની શેહશરમ વગર વસુલાત અંગેના સખ્ત પગલા ભરવામાં આવશે જેની લોન બાકીદારો, ડીફોલ્ટરોએ નોંધ લેવી.