અમરેલી નાગરીક બેન્કે રૂા.3.20 કરોડનો નફો કર્યો

  • બેંકીગ કામકાજનો પર્યાય એટલે અમરેલી સહકારી બેંક : ચાલુ વર્ષે બેંકે દરેક ક્ષેત્રે મેળવેલ અનન્ય સિધ્ધીઓ

અમરેલી,
અમરેલી નાગરીક સહકારી બેંકે વર્ષ:2020-21 માં બેંકીંગ ક્ષેત્રે ઉત્તમ ગ્રાહકલક્ષી સેવાઓપુરી પાડવાનો હરહંમેશ પ્રયત્ન રહેલ છે. બેંકના તમામ ગ્રાહકો માટે બેંકની મોબાઇલ એપ્લિકેશન દ્વારા આરટીજીએસ/એનઇએફટી ની સેવા ચાલુ કરવામાં આવેલ છે. તેમજ ટુંક સમયમાં એપ્લિકેશન દ્વારા આઇએમપીએસ ની સેવા પણ ચાલુ કરવામાં આવશે. જેના દ્વારા ગ્રાહક પોતાના બેંકના તમામ ગ્રાહકો માટેમિસ્કોલ એલર્ટની સેવા ચાલુ છે જેના દ્વારા ગ્રાહક પોતાના ખાતામાં રહેલ બેલેન્સ એસએમએસદ્વારા મેળવી શકે છે જે સેવા માટે મોબાઈલ નંબર:9909927310 રાખવામાં આવેલ છે.
તારીખ:31-3-2021 ના રોજ બેંકની થાપણ રૂા.168.36 કરોડ છે. તારીખ:31-3-21 ના રોજ બેંકનું ધિરાણ રૂા.70.72 કરોડ થયેલ છે. ગત વર્ષ બેંકનો નફો રૂા.3.09 કરોડનો હતો. જેમાં ચાલુ વર્ષે રૂા.11.00 લાખનો વધારો થતા નફો રૂા.3.20 કરોડનો થયેલ છે. આમ ચાલુ વર્ષે દરમ્યાન બેંકે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરેલ છે.ચાલુ વર્ષે પણ બેંકની બંને બ્રાંચો ચિતલ શાખા તથા માર્કડયાર્ડ બ્રાંચ, ફતેપુરે નફો કરેલ છે. બેંકો માટે માથાના દુ:ખાવા સમાન રીકવરી હોય છે. જેથી એન.પી.એ વધતા જતા હોય છે. પરંતુ અમરેલી નાગરીક સહકારી બેંક લી. એ રીકવરી પર દેખરેખ રાખતા બેંકના પુર્વ ચેરમેન પી.પી. સોજીત્રાની દેખરેખ નીચે બેંકના રીકવરી ઓફિસર અજયભાઈ નાકરાણી અને તેમની ટીમે સતત 19 માં વર્ષે નેટ NPA0% અને ગ્રોસ NPA2.77% જાળવીને છેલ્લા 57 વર્ષની સભાસદો, વેપારીઓ ,ડિપોઝીટરો અને ખેડુતોએ આ બેંક ઉપર મુકેલ વિશ્ર્વાસ બેંકે જાળવી રાખેલ છે. બેંક દ્વારા સભાસદોને 15% ડીવીડન્ડ તેમજ સભાસદોને આકર્ષકભેટ આપવામાં આવશે.આમ અમરેલી નાગરીક સહકારી બેંક માત્ર બેંકીંગ કામકાજ કરતી બેંક નહી બનતા સમાજને ઉપયોગી બેંક બની છે. અને બેંકની ટીમ સમાજ પ્રત્યે કંઈક કરી છુટવાની ભાવના દર્શાવે છે. આ ભગીરથ કાર્ય માટે બેંકના ચેરમેન મનસુખભાઈ ધાનાણી, વાઈસ ચેરમેન ડો. ધનજીભાઈ સાપરીયા ,મેનેજીંગ ડિરેકટર પરેશભાઈઆચાર્ય,ડિરેકટર પી.પી. સોજીત્રા તેમજ સમગ્ર બોર્ડ ઓફ ડિરેકટરશ્રીઓ અને બેંકના આસી,મેનેજર દિલીપ ધોરાજીયા, રીકવરી ઓફિસર અજયભાઈ નાકરાણી તેમજ આ સી. રીકવરી ઓફિસર નિતિનભાઈ ખીમાણી તથા સમગ્ર સ્ટાફની કાર્યક્ષમ કામગીરીને આભારી છે.