અમરેલી પંથકનાં હવામાનમાં ભેજ આવી ગયો : આજથી વાદળો છવાવાની શક્યતા

અમરેલી,દેશભરમાં કોરનાના દર્દીઓની સંખ્યા એક લાખની પાસે પહોંચવામાં આવી છે અને મરણનો આંકડો કુદકે ને ભુસકે વધી રહયો છે તેવા સમયે જેમની ઉપર દેશનું અર્થતંત્ર ધબકે છે તેવા મોનસુનની તૈયારીઓ થઇ રહી છે. કુદરત જ્યારે મીજાજ બદલે ત્યારે તેની અસર વનસ્પતીઓ ઉપર પહેલા થાય છે અમરેલી પંથકમાં અને આસપાસના વિસ્તારોમાં જ્યારે વરસાદનું આગમન થવાનું હોય તેના 15 દિવસથી એક મહિના વચ્ચેેના સમયમાં કોળી ઉઠતી વનસ્પતી ખીલી ઉઠતા એમ લાગી રહયુ છે કે અમરેલી પંથકના હવામાનમાં ભેજ આવી ગયો છે અને બીજી તરફ આઇએમડીની વેબસાઇટ ઉપરએવો નિર્દેશ પણ કરાયો છે કે અમરેલી જિલ્લામાં આજથી વાદળો છવાવાની શક્યતા છે અને આવનારી તારીખ 21મી થી અમરેલી જિલ્લામાં વાદળોનું પ્રમાણ વધશે અને ગરમીમાં એક ડીગ્રી ઘટાડો થશે હાલમાં અમરેલી પંથકનું તાપમાન 41 ડિગ્રી જેવુ છે બીજી તરફ સેટેલાઇટ તસ્વીરમાં પણ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગર તરફથી વાદળો ગુજરાત નજીક આવી રહયાનું દેખાય રહયુ છે.