અમરેલી,
અમરેલી અને આસપાસના વિસ્તારમાં દશેરાના દિવસે આગ લાગવાની બે ઘટનાઓ બની હતી જેમાં અમરેલી તાલુકાના લાલાવદર ગામ નજીક એક ફેક્ટરીમાં અચાનક આજની જ્વાળામુખી ઉઠતા અમરેલી ફાયર ફાઈટર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ટીમ કટના સ્થળે દોડી ગઈ હતી આ લખાય છે ત્યારે આ આગને કાબુમાં લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત અમરેલી શહેરમાં 24ના સવારે 5:15 કલાકે અમરેલી ફાયર કંટ્રોલરૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે અમરેલી મધ્યમાં આવેલ ચિતલ રોડ , ગાયત્રી મંદિરના પાછળના ભાગ પર આવેલ એક રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની છે. તેના અનુસંધાને અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને એક કલાકની મહા મહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામેલ નથી. આ કામગીરીમાં હિંમત ભાઈ બાંભણિયા, આનંદભાઈ જાની, પ્રવીણભાઈ ચૌહાણ, કરનદાન ગઢવી, સાગરભાઇ પુરોહિત, ભુરીયા જગદીશભાઇ, કૃષ્ણભાઈ ઓળકિયા, સિધ્ધરાજસિંહ ગોહિલ, ધવલભાઇ ચાવડા વગેરેઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.