અમરેલી પંથકમાં કળાકરી ગયેલા મિસ્ટર નટવરલાલ પાસેથી મુદામાલ ઓકાવતી અમરેલી સીટી પોલીસ

અમરેલી,ભાવનગર રેન્જ આઈ.જી. શ્રી ગૌતમ પરમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ દ્વારા અમરેલી જિલ્લામાં મિલ્કત સંબંધીત થતા વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુન્હાના આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચનાઓ આપેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃત્તિ કરતા ઈસમોને ઝડપી પાડવા શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ.શ્રી. આઈ.જે.ગીડા, અમરેલી સીટી પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત, અમરેલી શહેરમાં જીલ્લા પંચાયત રોડ ઉપર મેગામોલ કોમ્પલેક્ષમા સેલ ફોન કાફે નામની મોબાઇલની દુકાને જઈ પોતે એંટી કર્પશન બ્યુરોમા નોકરી કરે તેવી ઓળખાણ આપી તેમજ ખોટુ નામ ધારણ કરી ફરીયાદીને વિશ્વાસમા લઇ (1) સેમસંગ કંપનીનો Z FOLD 3 (12GB 256GB) GREEN sult IMEI : 350843354999780 જેની સાથે એક સેમસંગ કંપનીની કાંડા ઘડીયાળ જેનો મોડેલ નં-WATCH 4 44MM BLACK જેનો સીરીયલ નં-RFATA0H9D3Eફ્રી આવતી હતી જે બન્નેની કી રૂ 109000/- તથા (2) સેમસંગ કંપનીનો Z FOLD 3 (12GB 256GB) GREEN sult IMEI : 350843355000315 જેની કી રૂ 100000/- તથા ઇયર બર્ડઝ સેમસંગ કંપનીનુ BUDS 2 (BLACK) જેના સીરીયલ નં-RFAT80RNZHW જેની કી રૂ 7000/- જે બન્ને મોબાઇલ તથા ઇયર બર્ડ્ઝ મળી કુલ રૂ 216000/- ની વસ્તુ લઇ જઇ વસ્તુના રૂપીયા નહી આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરેલ હોય જે આરોપીને જલાલપુર પોલીસ સ્ટેશનના ગુન્હા રજી નં-118 2201 5230 076/2023 આઇ.પી.સી.કલમ 406,420 મુજબના ગુન્હાના કામે જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે અટક કરેલ હોય, જે આરોપીનો ટ્રાંસફર વોરંટ આધારે કબ્જો મેળવી ઉપરોક્ત ગુનાના કામે અટક કરી સદરહુ ગુનામાં ગયેલ મુદ્દામાલ કબ્જે કરેલ તેમજ આરોપી દ્વારા અગાઉ પણ અમરેલી ટાવર ચોક પાસે આવેલ એમ.વિઠ્ઠલદાસ જવેલર્સ નામની સોનીની દુકાનના વેપારીને પોતાના ખોટા નામની ઓળખ આપી વેપારીને વિશ્વાસમાં લઈ છેતરપીંડી કરી સોનાનો ચેન જેનો વજન આશરે 20 ગ્રામ 20 મીલી નો લઈ ગયેલ હોવાનુ જાણવા મળતા જે સોનાનો ચેન સહિત તમામ મુદ્દામાલને આરોપી પાસેથી રીકવર કરેલ છે અને મજકુરની પુછપરછ દરમ્યાન ઉપરોક્ત ગુન્હો પોતે આચરેલની કબુલાત આપેલ છે. પકડાયેલ આરોપી તુષારભાઈ ભુપતભાઈ બોરડ, ઉ.વ – 27, ધંધો – વેપાર, રહે. એ-703, સાંઈ હાઈટ્સ, સિલ્વર પેલેસની સામે, ઉતરાણ, મોટા વરાછા, સુરત, મુળ રહે. નવા ચરખા, તા.ધારી, જિ.અમરેલીનો રહેવાસી છે. પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ ની સુચનાથી શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલીના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુન્હાનાં આરોપીને પકડી પાડવામાં અમરેલી સીટી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ.શ્રી. આઈ.જે.ગીડા તથા પોલીસ સબ ઈન્સ.શ્રી એમ.બી.ગોહિલ તથા અમરેલી સીટી પોલીસ સ્ટેશન સ્ટાફને સફળતા મળેલ છે.