અમરેલી પંથકમાં કોરોનાનાં ત્રણ કેસ નોંધાયા

અમરેલી,અમરેલી પંથકમાં કોરોનાનાં કેસો હવે સામે આવી રહયા છે આજે જિલ્લામાં અમરેલી તાલુકાની અંદર કોરોનાનાં ત્રણ પોઝિટીવ કેસો નોંધાયા છે જ્યારે ઓમીક્રોનનાં પ્રથમ કેસના દર્દી સારવાર લઇ રહયા છે ઠંડીનું પ્રમાણ ઓછુ થતા જ કોરોના માથુ ઉચકતો હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. બીજી તરફ જનજીવન રાબેતા મુજબ ધબકતુ થયું હોય ત્યારે જો ફરી કોરોનાનો ઉપદ્રવ વધ્ો તો જનજીવનને અસર થાય તેવી શક્યતાએ લોકોમાં પણ ઉંચાટ ફેલાયો છે.