લોકડાઉન કરતા પણ વધારે આકરા પેટ્રોલ ડીઝલ અને શાકભાજીના ભડકે બળતા ભાવોથી દાઝતી જનતા મરચાના રાડ પડાવી દેતા ભાવો : ભલભલાના વટાણા વેરી નાખતા વટાણાના ભાવો 100 રૂપીયે કીલો
અમરેલી,લોકડાઉનના બે મહિનામાં જેટલી તકલીફ લોકોને ન હોતી પડતી તેની કરતા વધારે તકલીફ પેટ્રોલ, ડીઝલ અને શાકભાજીના ભાવ વધારાને કારણે પડી રહી છે ગરીબ અને મધ્યમ વર્ગને રાડ પડાવી દઝાડી દે તેવા લીલા શાકભાજીના ભડકે બળતા ભાવો અનાજ કરતા પણ બમણા થઇ ગયા છે.
લોકોના મુખ્ય ખોરાક એવાઅનાજ ઘઉ, બાજરો એક મણના સવા બસોથી સવા ચારસો ભાવ છે તેની સામે ફલાવર 450 થી 600, ટમેટા 600 થી 700, ગાજર 400 થી 550, ગુવાર 400 થી 500, વટાણા 1500 થી 2000, તુરીયા 350 થી 500, આદુ 1500, કોથમીર 800 થી 1000, મેથીની ભાજી 750 થી 950, મરચા 700 થી 820 એ પહોંચ્યા છે અને આ ભાવ તો હરરાજીના હોલસેલ ભાવ છે ગ્રાહક સુધી તે દોઢા ભાવે પહોંચે છે.80 રૂપીયા સુધી આંબી ગયેલા પેટ્રોલ, ડીઝલના ભાવો અને રોજબરોજની જરૂરીયાત એવા શાકભાજીના રાડ પડાવી દે તેવા ભાવોને કારણે લોકો પણ મુંજવણમાં મુકાયા છે શાકભાજીના ભાવ વધ્ો ત્યારે લોકો કઠોળનો ઉપયોગ કરતા હોય છે પણ કમનસીબે બજારમાં કઠોળના ભાવ પણ એક કીલોના 100 થી 150 રૂપીયાની વચ્ચે છે પેટ્રોલ ડીઝલ અને શાકભાજીના ભડકે બળેલા ભાવથી ઘરમાં ગૃહીણી અને કામ ધંધ્ો જતો મધ્યમ વર્ગનો માનવી રાડ પાડી ગયો છે માથે કોરોનાનો ભય મંદીનો માર અને તેની વચ્ચે દીલ દઝાડતા ભાવોથી જનતા રાડ પાડી ગઇ છે.