અમરેલી પંથકમાં ઠંડીનો પારો નીચે ઉતર્યો : 12.8 ડીગ્રી

અમરેલી,છેલ્લા બે દિવસથી એકાએક વાતાવરણ બદલાયાની સાથે ઠંડીનો કડાકો શરૂ થયો હતો. અમરેલી પંથકમાં ઠંડીનો પારો ગગડીને 12.8 ડીગ્રીએ પહોંચ્યો હતો. અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ટાઢોડુ યથાવત છે અને શિયાળાનો માહોલ જામતો જાય છે. અમરેલી શહેરમાં ગઇ કાલ રાતથી ઠંડીની વ્યાપક અસર સાથે લોકો ગરમ વસ્ત્રોમાં ઢબુરાયા હતાં. અને સમી સાંજે કર્ફ્યુ જેવી સ્થિતિ વચ્ચે રાત્રે હાજા ગગડાવી દે તેવી ઠંડી સાથે ઠંડો પવન ફુંકાયો હતો.