અમરેલી પંથકમાં ભેદી અવાજે લોકોને ભયભીત કરી દીધા

અમરેલી,તાજેતરમાં મીતીયાળા પંથકમાં છેલ્લા પંદર દિવસમાં ધરતીકંપના પાંચ આંચકા આવ્યાની ઘટના લોકો ભુલ્યા નથી ત્યાં આકાશમાંથી આવતા ભેદી અવાજે લોકોને ભયભીત કરી દીધા છે.લોકમુખે ચર્ચાતી વિગતો અનુસાર અમરેલી તાલુકાના ગામડાઓ જેવા કે ખીજડીયા, ચીતલ, જસવંતગઢ, કેરીયાનાગસ સહિતના ગામોમાં અગાસી ઉપર પ્લેનનો અવાજ આવતો હોય તેવો ભેદી અવાજ સાંભળવા મળે છે. પણ હકીકતમાં પ્લેન હોતું જ નથી છતાં આ ભેદી અવાજ શેનો છે?તેવો પ્રશ્ર્ન ગ્રામજનોમાંથી ઉઠયો છે. અમરેલીના અમુક ગામો થી છેક ગારયાધારના ચારોડીયા તેમજ ધોળા સુધી લોકોમાં આ પ્રશ્ર્ન ઉઠયો છે. ઠેર-ઠેર લોકોએ ભેદી અવાજનો અહેસાસ કર્યો છે.ત્યારે જવાબદારોએ પોતાના સોર્સમાંથી તપાસ કરી સત્ય બહાર લાવવું જોઈએ હાલ તો લોકો ના માનસમાં આ ભેદી અવાજ અનેક પ્રશ્ર્નો સર્જે છે પરંતુ તેનો કોઈ જવાબ નથી આ ગામોમાં લોકો એવું અનુભવે છે કે આપણાં ઘર ઉપર પ્લેન આવ્યું પરંતુ તેવું કશું હોતું નથી માત્ર અવાજનો અહેસાસ થતા લોકો પણ ભયભીત બન્યાં છે.