અમરેલી,
અમરેલીમાં આજે વહેલી સવારે ભુકંપના ત્રણ હળવા આંચકા આવ્યા હતા જોકે એ.એસ.એસ.ઈ.મા સતાવાર રીતે એક આંચકો સવારે 7:52 મીનીટનો બતાવે છે કે 3.2કેલો હોવાનું જાણવા મળ્યું છે જયારે લોકોમાં ત્રણ આંચકાની ચર્ચા છે જેમા સવારે7.52અને 7.53અને7.54 મીનીટે આ આંચકા આવ્યાનું કહેવાય છે આજે સવારે આવેલા આંચકાનું કેન્દ્ર બિંદુ મીતીયાળા હોવાનું અને અમરેલીથી 43 કિમી. એરીયામાં અસર વર્તાયાનું જાણવા મળ્યું છે ગત તા.2 ના રોજ પણ ભુકંપનો આંચકો ભાડવાંકીયા ,ઈંગોરાળા,કોટડા વગેરે ગામોમાં અનુભવાયો હતો.આમ અમરેલીના 43 કિમી. વિસ્તારમાં ભુકંપની હળવી અસર જોવા મળી હતી.