અમરેલી પંથકમાં હાહાકાર મચાવતી બાળ બાઇકચોર ગેંગ પકડાઇ

અમરેલી,અમરેલી શહેર તથા અમરેલી તાલુકા વિસ્તારમાં ચોરાયેલી 12 બાઇક સાથે બે ટેણીયાઓ પકડાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લીપ્તરાય તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહાવીરસિંહ એસ.રાણાના સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.વી.આર.ખેર તથા પો.સ.ઇ.એમ.એચ.પરાડીયા તથા ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હરેશસિંહ દાનસિંહ પરમાર તથા રાધેશ્યામભાઇ મંછારામભાઇ દુધરેજીયા તથા ધર્મરાજસિંહ હરીસિંહ વાળા તથા પૃથ્વીરાજસિંહ કનુભાઇ પરમાર તથા હિરેનસિંહ લાલજીભાઇ ખેર તથા અંકુરભાઇ ભીખાભાઇ સોલંકી અને ઉદયભાઇ ગોપાલભાઇ મેણીયાએ પેટ્રોલીંગ દરમ્યાન અમરેલી લીલીયા રોડ રેલ્વે ફાટક પાસેથી કાયદાના સંધષેમાં આવેલ બે બાળ કિશોરના કબ્જામાંથી એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટર સાયકલ ય્વ-01-મ્ભ-2890 નુ મળી આવેલ અને તેની પુછપુરછ દરમ્યાન અમરેલી શહેર તથા અમરેલી તાલુકા પો.સ્ટેના હદ વિસ્તારમાંથી અલગ અલગ સ્થળોએથી મોટર સાયકલોની ચોરી કરેલાની કબુલાત કરી હતી.
1એક હિરો હોન્ડા મો.સા જેના ય્વ-01-મ્ભ-2890 ,એક હિરો કંપનીનું આગળ પાછળ નંબર પ્લેટ વગરનું મો.સા,એક હિરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ ય્વ-14-છસ્-2906,એક સ્પ્લેન્ડર ય્વ-07-ઊ-0707, એક સ્પ્લેન્ડર જેના ય્વ-14-છખ-7764 ,એક સ્પ્લેન્ડર પ્લસ નંબર પ્લેટ વગરનું,એક હિરો કંપનીનું મો.સા જેના રજી નંબર ય્વ-14-છઈ-5320, એક કાળા કલરનું વાદળી પટ્ટા વાળુ હિરો હોન્ડા કંપનીનું આગળ પાછળના ભાગે નંબર પ્લેટ વગરનું જેના ચેસીસ નંબરમાં હાથેથી ફેરફાર કરેલ ,એક કાળા કલરનું વાદળી પટ્ટા વાળુ હિરો હોન્ડા કંપનીનું આગળ પાછળના ભાગે નંબર પ્લેટ વગરનું, એક હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા જેના રજી નંબર ય્વ-01-વઘ-1901 એક સ્પ્લેન્ડર મો.સા આગળ પાછળ નંબર પ્લેટ વગરનું હાલ અમરેલી જીલ્લાના લાઠી પો.સ્ટે.માં એમ.વી.એકટ 207 મુજબ ડીટેઇન કરેલ છે.