અમરેલી પાલિકાના ચીફ ઓફિસરે તમામ 21 દુકાનદારોને નોટીસ પાઠવી

  • એક તરફ લેન્ડ ગ્રેબીંગનો કેસ અને બીજી તરફ કાનુની કાર્યવાહીનો પ્રારંભ
  • દુકાનોનું બાંધકામ કરવા માટે નિયમ અનુસાર નગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગની મંજુરી માંગી હતી ?

અમરેલી, અમરેલી નગરપાલિકાના ચીફ ઓફીસરે જેશીંગપરાની તમામ 21 દુકાનદારોને નોટીસ ફટકારી છે.જેસીેંગપરામાં સરકારી જમીન ઉપર કોઇ મંજુર લીધા વગર દુકાનો ચણી લેનારા કેબીનધારકકો ઉપર એક તરફ લેન્ડ ગ્રેબીંગનો કેસ દાખલ કરી ધરપકડ કરાઇ છે અને અને બીજી તરફ કાનુની કાર્યવાહીનો પ્રારંભ થયો છે અમરેલી પાલિકાના ચીફ ઓફિસરે તમામ 21 દુકાનદારોને નોટીસ પાઠવી અને આ દુકાનોનું બાંધકામ કરવા માટે નિયમ અનુસાર નગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગની મંજુરી માંગી હતી ? કે કેમ ? તેની સ્પષ્ટતા માંગી છે.