અમરેલી પાલિકાની ફુડ સેફટી ટીમ દ્વારા રૂપીયા 1.10 લાખનો અખાદ્ય મીઠાઇ, ફરસાણનો જથ્થો જપ્ત કરાયો

અમરેલી, સરકારના આદેશ મુજબ આજે અમરેલી નગરપાલિકાની ફુડ સેફટી અધિકારી ટીમ દ્વારા શહેરના ફરસાણના વેપારીઓ દુકાનો ઉપર ચેકીંગ હાથ ધરવવામાં આવેલ હતું. 15 જેટલી દુકાનોમાંથી રૂા. 1.10 લાખની અખાદ્ય મીઠાઇ, ફરસાણનો જથ્થો જપ્ત કરવામાં આવેલ હતો. પાલીકાની કાર્યવાહીથી વેપારીઓ ભારે ફફડાટ ફેલાયો હતો. લોક ડાઉનના પગલે અમરેલી શહેરની ફરસાણ, ડેરીની દુકાનો છેલ્લા 1 માસથી બંધ હાલમાં છે. આવી બંધ દુકાનોમાં પડેલ અખાદ્ય મીઠાઇ તેમજ ફરસાણનો નાશ કરવા મામલતદાર દ્વારા ચિફ ઓફિસરને જણાવવામાં આવેલ હતું. જે અંગે આજે ચિફ ઓફિસર એલ.જી. હુણની સુચના મુજબ પાલિકાના ફુડ સેફટી અધિકારી એચ.જે દેસાઇ, ડી.કે. રીબડીયા સહિતની ટીમ દ્વારા શહેરની મીઠાઇની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવવામાં આવેલ હતું. જેમાં 15 જેટલી દુકાનોમાં 464 કિ.ગ્રા. જેટલો અખાદ્ય મીઠાઇ ફરસાણ નો જથ્થો રૂા. 1.10 લાખનો જપ્ત કરવામાં આવેલો હતો. વેપારીઓની દુકાનોમાંથી માલ જપ્ત કરવામાં આવતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો.