અમરેલી પાલિકાની મુદત 14મી એ પુરી : વહીવટદાર નિમાશે ?

  • 14 ડિસેમ્બરે પાલિકા કચેરીનો વહીવટ વહીવટદાર નિમીને કરવામાં આવશે કે પછી વર્તમાન બોર્ડની મુદત લંબાવવામાં આવશે તેનો નિર્ણય રાજ્ય સરકાર લેશે
  • 14મી એ અમરેલી, બગસરા અને કુંડલા તથા ફેબ્રુઆરીમાં બાબરા, દામનગરની મુદત પુર્ણ થતી હોય પાંચેય પાલિકાની ચુંટણી ફેબ્રુઆરીમાં થાય તેવી શક્યતા
  • પાટીદાર અનામત આંદોલન વખતે પાલિકાની ચુંટણીમાં વિલંબ થતા બોર્ડને એક્સટેન્શન અપાયું હતુ

અમરેલી,
રાજ્યમાં ભુતકાળના પાટીદાર અનામત આંદોલન વખતે પાલિકાની ચુંટણીમાં વિલંબ થતા બોર્ડને એક્સટેન્શન અપાયું હતુ પણ હવે અમરેલી પાલિકાની મુદત 14મી એ પુરી થતી હોય અહીં વહીવટદાર નિમાશે ? કે બોર્ડને ચુંટણી સુધી લંબાવવામાં આવે તેની અટકળો તેજ થઇ છે અને તેનો નિર્ણય રાજ્ય સરકાર લેશે તેમ પણ જાણવા મળેલ છે આગામી 14મી ડીસેમ્બરે અમરેલી, બગસરા અને કુંડલા તથા ફેબ્રુઆરીમાં બાબરા, દામનગરની મુદત પુર્ણ થતી હોય પાંચેય પાલિકાની ચુંટણી ફેબ્રુઆરીમાં થાય તેવી શક્યતા પણ રહેલી છે.