અમરેલી પાલિકામાં પ્રમુખ માટે ભાજપ વર્તુળોમાં ચાલતી ચાર નામોની ચર્ચા

અમરેલી,
અમરેલીમાં પાલિકા પ્રમુખની વરણી આડે હવે બે દિવસ બાકી છે અને કોણ નવા પ્રમુખ બનશે ? ની અટકળો વચ્ચે ભાજપની બહુમતી ધરાવતી અમરેલી પાલિકામાં પ્રમુખ માટે ભાજપ વર્તુળોમાં ચાર નામોની ચર્ચા ચાલી રહી છે.આધારભુત વર્તુળોમાંથી જાણવા મળતી માહિતી અનુસાર ત્રણ ટર્મ સિનિયર શ્રી કાળુભાઇ પાનસુરીયા, બે ટર્મ સિનિયર શ્રી બિપીનભાઇ લીંબાણી અને એક ટર્મ વાળા શ્રી દિપક બાંભરોલીયા અને શ્રી મનિષ ધરજીયાના નામની ચર્ચા ચાલી રહી છે પરંતુ વર્તુળોના જણાવ્યા અનુસાર અગાઉ પાલિકાના પ્રમુખ રહી ચુકેલા શ્રી કાળુભાઇ પાનસુરીયા નો રીપીટમાં આવે તો શ્રી બિપીનભાઇ લીંબાણી કે જે બે ટર્મથી ચુંટાઇ છે અને એકપણ હોદા ઉપર નથી તેમની અમરેલી પાલિકાના પ્રમુખ પદે વરણી થાય તેવી શક્યતાઓ છે.