અમરેલી પાલિકા દ્વારા જેશીંગપરામાં બનાવેલ 21 દુકાનોમાં ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરો

અમરેલી,
ગત વર્ષે અમરેલી નગરપાલિકા દ્વારા જેશીંગપરા શીવાજી ચોકમાં કેબીન ધારકકોને પાકી દુકાનો બનાવવાનું આયોજન કરી અને રસ્તો પહોંળો બનાવવો. આ અંગે ત્યાં આવેલ સરકારી જમીન વોરા સમાજની કબ્રસ્તાનની દિવાલ બાજુમાં 21 દુકાનો બનાવવામાં આવી. આ સમગ્ર બાબત ગેરકાયદેસર છે. જે બાબતે અમરેલી જીલ્લા કલેકટરશ્રીએ પણ નોટીસ આપીને આ જગ્યા ખાલી કરવાનું જણાવ્યુ છે અને કસુરવાર અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવાનું સુચવવામાં આવ્યુ છે. અમો ગત વર્ષે નગરપાલિકાના સદસ્ય હતા અને આ વર્ષે પણ સદસ્ય છીએ. તેથી અમોને મળતી માહિતી મુજબ આ ગેરકાયદેસર દુકાન બનાવવાના વહીવટ બાબતે અમરેલી નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી એલ.જી.હુણે દુકાન ધારકો પાસેથી કટકી સ્વરૂપે દુકાન દીઠ લાખોમાં વહીવટ કરેલ હોય. અને આ વહીવટ થકી જ તેઓને સરકારી જમીન ઉપર દુકાનો બનાવવા અંગેની કાર્યવાહી કરી આપેલ હોય માટે અમારી એક નગર સેવક તરીકે માંગ છે કે ઉપરોકત બાબત ગંભીર છે અને લાખોના ભ્રષ્ટાચાર થવાની સ્થિતિ હોય તેવા કિસ્સામાં અધિકારીઓ સામેલ થાય નહીન. એવો દાખલા રૂપ કાર્યવાહી કરશોજી. આ દુકાનો અંગે અમરેલી જીલ્લા કલેકટરશ્રીએ તમામ કાર્યવાહી ખારીજ કરેલ હોય તેનો મતલબ ખરેખર ગેરકાયદેસર દુકાનો બનાવવાના કારનામા અંગે માત્ર ને માત્ર અમરેલી નગરપાલિકાના ચીફ ઓફીસર જ જવાબદાર હોય માટે તેઓએ કરેલા ભ્રષ્ટાચાર અને આ બાબતમાં કરેલ કટકીની સંપુર્ણપણે તપાસ કરવા અમારી માંગ છે અને કસુરવાર હોય તો કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાલિકા સદસ્ય ઇકબાલભાઇ બીલખીયાએ જણાવેલ છે.