અમરેલી પાલિકા : ભાજપનું વિઝન ડોકયુમેન્ટ-2025 રજુ

  • અમરેલીમાં ઓપન એર થીયેટર, રજાની ઉજવણી માટે ફન સ્ટ્રીટ,મ્યુઝીયમ હોલ, નિયમીત સફાઇ અને શહેરમાં પાણી વિતરણ, પાલિકા સંચાલિત શાળાઓની કાયાપલટ કરી આધુનિક બનાવવા સહિતના શ્રેણીબધ્ધ પગલાઓની સાથે “આપણું શહેર આપણું ગૌરવ’ના સુત્ર સાથે શહેરને સમસ્યામુકત અને સુવિધાયુકત બનાવવા માટે અપાયેલ કોલ

અમરેલી,
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી આડે માત્ર ચાર દિવસ બાકી રહયા છે ત્યારે પત્રકારોને સંબોધતા અમરેલી પાલિકાના ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ શ્રી મુકેશ સંઘાણીએ અમરેલીની જનતા ભાજપને આવકારી અને કોંગ્રેસનો સફાયો કરી નાખશે તેમ જણાવી ભાજપ દ્વારા તૈયાર કરાયેલ વિઝન ડોક્યુમેન્ટ 2025 ની રૂપરેખા આપી હતી.
શ્રી મુકેશ સંઘાણીએ જણાવ્યુ હતુ કે, આ વખતે શહેરમાં ભાજપે ઉમેદવારોની પસંદગીમાં કાળજી રાખી છે અને જો ભાજપની પાલિકા બને તો શહેરના અનેક વિકાસકામો ઉપરાંત જુના બોર્ડ દ્વારા વધારાયેલા વેરા માટે સરકારમાં રજુઆત કરી વેરા ઘટે તેવા પ્રયાસો કરાશે અમરેલી નગરપાલિકામાં ચુંટાયેલા સભ્યો પક્ષમાં કાયમ રહેશે કે કેમ તેવા પત્રકારોના પ્રશ્ર્નોના પ્રત્યુતરમાં શ્રી મુકેશ સંઘાણીએ જણાવેલ કે અમરેલી પાલિકામાં આયારામ ગયારામનો પ્રશ્ર્ન ન આવે તે માટે ભાજપે 15થી 30 વર્ષ સુધી ભાજપ સાથે કામ કરનારા શિક્ષીત અને સજજન ઉમેદવારોની જ પસંદગી કરી છે અને અમરેલીને ડસ્ટ ફ્રી સીટી બનાવવા માટે પણ કામગીરી થઇ શકે છે તેમ જણાવી સૌરાષ્ટ્રમાં અમરેલીને વિકાસના પંથે લઇ જવાના ડો. જીવરાજ મહેતાએ જોયેલા સ્વપ્નને પુર્ણ કરવા અમે ખાત્રી આપીએ છીએ. વિઝન ડોક્યુમેન્ટ 2025 માં અમરેલીમાં ઓપન એર થીયેટર કમ ટેલેંન્ટ શો સ્ટેડીયમ જેમાં 2000 લોકો બેસી શકશે રજાની ઉજવણી માટે ફન સ્ટ્રીટ,મ્યુઝીયમ હોલ, નિયમીત સફાઇ અને શહેરમાં પાણી વિતરણ, અમે 2011 માં એકાત્રા પાણી કર્યુ હતુ અને શ્રી દિલીપભાઇ સંઘાણીના પ્રયાસોથી શહેરને સરકારે 40 કરોડ ફાળવતા પાંચ ઝોનમાં પાણી વિતરણની વ્યવસ્થા ગોઠવાઇ હતી તેને ફરી યોગ્ય રીતે ગોઠવવા, મહિલા સશક્તિકરણ કેન્દ્ર, સાહિત્યસભર ઇ લાઇબ્રેરી, પ્રત્યેક ઘરથી શહેર સુધી પાકા રસ્તા, સ્વચ્છ મોડેલ જાહેર શૌચાલય, મહિલાઓ માટે પિંક ટોઇલેટ, નગરપાલિકામાં સુશાસનની સ્થાપના જાહેર પ્રતિમાઓની યોગ્ય જાળવણી, સ્વચ્છ સલામત આયોજનબધ્ધ વર્કઝો, 100 ટકા સ્ટ્રીટલાઇટ, ડીજીટલ માધ્યમ દ્વારા લોક ફરિયાદોનો નિકાલ, શહેર માટે જરૂરી બ્યુટીફીકેશન, આદર્શ વૃક્ષારોપણ, પાલિકા સંચાલિત શાળાઓની કાયાપલટ કરી ઓજી વિસ્તારને મુળભુત સુવિધાઓથી સંપુર્ણ વિકસીત કરવાનો સંકલ્પ સોસાયટીના કોમન પ્લોટ, નગરપાલિકાને સોંપાય તો તેનો આદર્શ આધુનિકીકરણની જાહેરાત કરી અમરેલીને આધુનિક બનાવવા સહિતના શ્રેણીબધ્ધ પગલાઓની સાથે “આપણું શહેર આપણું ગૌરવ’ના સુત્ર સાથે શહેરને સમસ્યામુકત અને સુવિધાયુકત બનાવવા માટે કોલ આપી ભાજપના વિઝનને સાકાર કરવા શહેરના તમામ ઉમેદવારોને વિજયી બનાવવા અનુરોધ કર્યો છે આ સમયે અમરેલી પાલિકાના ભાજપના સહ ઇન્ચાર્જ શ્રી રેખાબેન માવદીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી તુષાર જોષી, શ્રી ભાવેશભાઇ, શ્રી જયેશ ટાંક ઉપસ્થિત રહયા હતા.